આ છે ભારતનો સૌથી વીક પાસવર્ડ, એક સેકન્ડમાં થઈ જાય છે ક્રેક તમે પણ તો નથી વાપરતા ને?
આજકાલના સ્માર્ટફોન અને ઈન્ટરનેટના જમાનામાં પાસવર્ડ સૌથી મહત્ત્વની કડી થઈ ગઈ છે અને ફોનની સિક્યોરિટીથી લઈને એકાઉન્ટ્સની સિક્યોરિટી માટે પાસવર્ડ સેટ કરવામાં આવે છે. આપણમાંથી પણ ઘણા લોકો પોતાના ફોન, લેપટોપ અને ટેબલેટને સિક્યોર રાખવા માટે પાસવર્ડનો ઉપયોગ કરે છે. આ સાથે ઈમેલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બીજા પ્લેટફોર્મ પરના એકાઉન્ટને સિક્યોર રાખવા માટે પાસવર્ડનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો : ક્યાં છે મોંઘવારી! માત્ર 42 દિવસમાં જ થયું 42 લાખથી વધુ વાહનોનું વેચાણ
ટૂંકમાં કહીએ તો આ પાસવર્ડ એક તાળાની ચાવી જેવું હોય છે તે આપણી તમામ મહત્ત્વની અને પર્સનલ માહિતીને સુરક્ષિત રાખે છે. પરંતુ ઘણા લોકોને આ પાસવર્ડ યાદ રાખવામાં સમસ્યા થતી હોય છે એટલે તેઓ સરળતાથી યાદ રહે એવો ઈઝી પાસવર્ડ સેટ કરે છે. અહીં જ આપણી સૌથી મોટી ભૂલ થાય છે. તમે જ વિચારો કે કોઈ તાળાની ચાવી એટલી સામાન્ય હોય કે કોઈ પણ એને તોડી શકે તો? વસ્તુઓ કે વાત સુરક્ષિત રહેવાને બદલે ચોરાઈ જાય હેં ને? આપણે ફોન, લેપટોપ, એકાઉન્ટની સિક્યોરિટી માટે પાસવર્ડ તો સેટ કરીએ છીએ પણ એ પાસવર્ડ એટલો વીક હોય છે કે હેકર્સ સરળતાથી તેને ક્રેક કરી લે છે.
આજે અમે અહીં તમને દેશના સૌથી વીક કહી શકાય એવા પાસવર્ડ્ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને હેકર્સ સરળતાથી ક્રેક કરીને તમારો ડેટા ચોરી શકે એમ છે. આવા જ કેટલાક પાસવર્ડ્સની યાદી NordPass દ્વારા બહાર પાડવામાં આવી છે અને આ પાસવર્ડ્સને ક્રેક કરવા માટે એક સેકન્ડ કરતાં પણ ઓછો સમય લાગે છે.
આ પાસવર્ડ મોટાભાગના ભારતીયો યુઝ કરે છે. આ પાસવર્ડમાં 123456 સૌથી ટોપ પર છે. આ પાસવર્ડને ક્રેક કરતામાં હેકર્સને એક સેકન્ડનો સમય લાગે છે. ત્યાર બાદ આ યાદીમાં પાસવર્ડ, 12345678,123456789 અને abcd1234 પાસવર્ડ આવે છે. આ બધા પાસવર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા વીક પાંચ પાસવર્ડ છે.
આ પણ વાંચો : વર્ષ ૨૦૨૫ની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ ધૂમ મચાવશે ?
સરળતાથી ક્રેક ના કરી શકાય એવા પાસવર્ડ સેટ કરતી વખતે હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે આ પાસવર્ડમાં આલ્ફાબેટ, નંબર અને સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે પણ અહીં યાદીમાં જણાવવામાં આવેલો કોઈ પાસવર્ડ યુઝ કરતાં હોવ તો આજે જ એ પાસવર્ડ બદલી નાખો, નહીં તો તમારું એકાઉન્ટ, ડેટા તો ભગવાન ભરોસે જ છે.