હર બોટલ કા કલરફૂલ ઢક્કન કુછ કહેતા હૈ: કલરફૂલ વોટર બોટલ કેપ્સ પાછળ છુપાયેલું છે આ કારણ…

જળ એ જીવન છે, પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે એ બધું તો આપણે જાણીએ છીએ. અનેક વખત ટ્રાવેલિંગ કરતી વખતે શક્ય હોય તો ઘરેથી પાણીની બોટલ લઈને નીકળીએ છીએ અને જો કોઈ કારણસર પાણી પૂરું થઈ જાય તો આપણે બહારથી પાણીની બોટલ ખરીદીએ છીએ.
હવે બહારથી પાણીની બોટલ ખરીદી હશે તો તમને ખ્યાલ હશે કે દરેક પાણીની બોટલના ઢાંકણાનો રંગ અલગ અલગ હોય છે. જો તમે એવું વિચારી રહ્યા હોવ તે આવું માત્ર ફેશન કે અટ્રેક્ટિવ લૂક માટે હોય છે તો એવું નથી. આ પાછળ એક લાંબી ગણતરી છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું. ચાલો જોઈએ શું છે આ ગણતરી…
આપણ વાચો: રેલવે પ્રવાસીઓ માટે Good News: હવે આટલા રૂપિયામાં મળશે એક લિટર Rail Neerની બોટલ
બહારથી ખરીદેલી વોટર બોટલ પર સફેદ, બ્લ્યુ, લાલ, લીલુ, કાળા સહિત વિવિધ રંગના ઢાંકણા જોવા મળે છે. આપણામાંથી અનેક લોકો વોટર બોટલ પરના કલરફૂલ ઢાંકણાને હળવાશમાં લેતાં હોય છે, પરંતુ હકીકતમાં તેનું કારણ અલગ છે.
જો તમે પણ વોટર બોટલ પર જોવા મળતાં આ કલરફૂલ ઢાંકણા પાછળની ગણતરી નથી જાણતા તો તમે એકદમ રાઈટ પ્લેસ પર આવ્યા છો, કારણ કે આ સ્ટોરીમાં તમને આ પાછળનું કારણ જાણવા મળવાનું છે.
પાણીની બોટલ પર જોવા મળતા કલરફૂલ ઢાંકણાનું શું છે કારણ-
વ્હાઈટ

સૌથી પહેલાં વાત કરીએ પાણીની બોટલ પર જોવા મળતાં વ્હાઈટ ઢાંકણ પાછળનું કારણ. જો તમે ખરીદેલી પાણીની બોટલ પર વ્હાઈટ કલરનું ઢાંકણ જોવા મળે છે તો આ તમે ખરીદેલી બોટલનું પાણી આરઓ પ્રોસેસ્ડ છે.
પાણી પર મશીનથી પ્રોસેસ કરીને તેના મિનરલ્સને બેલેન્સ કરવામાં આવે છે અને તેનું સેવન કરવું સુરક્ષિત માનવામાં આવે છે. આ પાણીનો સ્વાદ સામાન્ય પાણી જેવો જ હોય છે.
રેડઃ

લાલ કલરના ઢાંકણવાળી વોટર બોટલમાં રહેલાં પાણી વિશે વાત કરીએ તો આ પાણી એ ઈલેક્ટ્રોલાઈટ અને કાર્બોનેટેડ વોટર છે. આ પ્રકારના પાણીમાં થોડું એવું ફિજ પણ હોય છે, જે શરીરને ઝડપથી હાઈડ્રેટેડ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
બ્લ્યુઃ

મોટાભાગની પાણીની બોટલ પર બ્લ્યુ કલરનું ઢાંકણ જોવા મળે છે અને જો તમે પણ આવી વોટર બોટલ ખરીદો છો તો એનો અર્થ એવો થાય છે કે બોટલનું પાણી નેચરલ સ્પ્રિંગ વોટર છે. આ પાણી પ્રાકૃતિક સોર્સથી લેવામાં આવ્યું છે. આ પાણી ખૂબ જ હળવું ફિલ્ટર હોય છે. આ પાણીનો ટેસ્ટ નેચરલ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.
ગ્રીનઃ

જો તમે ખરીદેલી વોટર બોટલ પર ગ્રીન કલરનું ઢાંકણ છે તો તેનો અર્થ એવો થાય છે કે બોટલમાં રહેલું પાણી ફ્લેવર્ડ છે. આ પાણીમાં કોઈ પ્રકારનું ફ્લેવર મિક્સ કરવામાં આવ્યું છે અને તે નોર્મલ વોટર નથી. આ પાણીમાં કોઈને કોઈ ટેસ્ટ એડ કરવામાં આવ્યો છે.
બ્લેકઃ

ઘણા સેલેબ્સના હાથમાં તમે બ્લેક કલરના ઢાંકણવાળી પાણીની બોટલ જોઈ હશે અને આનો અર્થ સીધેસીધો એવો થાય છે કે બોટલમાં રહેલું પાણીએ અલ્કાઈન વોટર છે. નોર્મલ પાણીની સરખામણીએ અલ્કાઈન વોટરનું પીએચ લેવલ વધારે હોય છે અને બોડીમાં રહેલાં એસિડને બેલેન્સ કરવા માટે તેને ખૂબ જ સારું માનવામાં આવે છે.
છે ને એકદમ કામની અને અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો: દેશમાં દંડે… વિદેશમાં વંદે



