WhatsApp પર Delete કરેલા મેસેજ વાંચવા છે? ઓન કરી લો આ નાનકડી સેટિંગ અને…
WhatsAppએ આજના સમયમાં સૌથી વધુ ઉપયોગમાં લેતામાં આવતું કમ્યુનિકેશન પ્લેટફોર્મ બની ગયું છે અને આજે ભાગ્યે જ તમને કોઈ એવી વ્યક્તિ જોવા મળશે કે જે WhatsApp નહીં વાપરતી હોય… સમય સમય પર વોટ્સએપ કંપની દ્વારા યુઝર્સના બેટર એક્સપિરિયન્સ માટે તેમાં નવા નવા ફિચર્સ એડ કરવામાં આવતા હોય છે. આવું જ એક ફિચર હતું તમે મોકલેલો મેસેજ બધા માટે ડિલિટ કરવાનું ઓપ્શન.
જોકે, આ ઓપ્શન જેટલું કામનું છે એટલું જ માથાનો દુઃખાવો પણ સાબિત થઈ શકે છે. ઘણી વખત લોકો આપણને મેસેજ કરીને ડિલિટ ફોર ઓલ કરી નાખે છે જેને કારણે આપણને સામેવાળાએ શું મેસેજ મોકલ્યો છે એ જાણી શકાતું નથી. પરંતુ આજે અજે અમે અહીં તમારા એક એવી ધાસ્સુ સેટિંગની માહિતી લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે આ ડિલિટ ફોર ઓલ કરેલો મેસેજ પણ વાંચી શકશો. આ માટે તમારે એક નાનકડી સેટિંગ જ ઓન કરવી પડશે…
આ ફિચરનો ઉપયોગ કરવા માટે યુઝરે નોટિફિકેશન હિસ્ટ્રીનું ફિચર ઓલ કરવું પડશે. આ ફિચર ઓન કર્યા પથી તમારા ફોન પર જે પણ નોટિફિકેશન આવશે એ 24 કલાક માટે સ્ટોર રહેશે. પરિણામે જો કોઈ મેસેજ ડિલિટ પણ કરી નાખશે તો તમે એ મેસેજ 24 કલાક સુધી જોઈ શકશો. જો તમે પણ આ ડિલિટ કરેલો મેસેજ વાંચવા માંગો છો તો ખૂબ જ સરળતાથી તમે આવું કરી શકો છો. એન્ડ્રોઈડ ફોનમાં આ ફિચર ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ હોય છે અને આ માટે તમને કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં પડે.
આ માટે તમારે સેટિંગમાં જઈને નોટિફિકેશનું ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. ત્યાર બાદ તમારે નોટિફિકેશન હિસ્ટ્રીના ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે. હવે તમે ખૂબ જ સરળતાથી ડિલીટ કરવામાં આવેલા નોટિફિકેશન એક્સેસ કરી શકશો. જોકે, આ કર્યા બાદ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે આ સેટિંગ ઓન કરીને તમે માત્ર ડિલિટ કરેલા મેસેજ જ વાંચી શકશો. ડિલિટ કરવામાં આવેલા ફોટો, વીડિયો કે ઓડિયોને એક્સેસ નહીં કરી શકો.
આ સેટિંગનો ઉપયોગ તમે વોટ્સએપ જ નહીં પણ બીજી એપ્લિકેશન માટે પણ કરી શકો છો. તમામ એપ્સના નોટિફિકેશન તમને અહીંથી મળી જશે.