બેંક Credit Card નથી બંધ કરી રહી? RBIનો આ નિયમ જાણી લેશો તો ફાયદામાં રહેશો…

બેંક દ્વારા આજકાલ ખાતાધારકોને વિવિધ પ્રકારની લોન સાથે ક્રેડિટ કાર્ડ ઓફર કરવામાં આવે છે. ઘણી વખત બેંક દ્વારા આપવામાં આવતા ક્રેડિટ કાર્ડ જ ખાતાધારકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં જો તમે ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે બેંકને રિક્વેસ્ટ કરી છે અને બેંક તેને બંધ કરવામાં વિલંબ કરે છે તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નો આ નિયમ જાણી લેવો તમારા માટે ખૂબ જ કામનો સાબિત થઈ શકે છે. આજે અમે અહીં તમને આરબીઆઈના આવા આ નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં બેંક તમને રોજના 500 રૂપિયાની પેનલ્ટી આપશે-
જો તમે પણ ક્રેડિટ કાર્ડ લીધું છે અને એ કાર્ડ નથી યુઝ કરવા માંગતા અને બંધ કરાવવા માંગો છો પણ બેંક એને બંધ કરવામાં ગલ્લાંતલ્લાં કરે છે તો તમારે આ સમાચાર છેલ્લે સુધી વાંચી જવા પડશે. આજે અમે અહીં તમને આરબીઆઈના એક એવા નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.
ઘણી વખત એવું બને છે કે તમારી પાસે એક કરતાં અનેક બેંકને ક્રેડિટ કાર્ડ ભેગા થઈ જાય છે અને આ ક્રેડિટ કાર્ડમાંથી અમુક ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટે તમે બેંકને જાણ કરો છો. પણ બેંક આ ક્રેડિટ કાર્ડ બંધ કરવામાં વિલંબ કરે છે કે આનાકાની કરે છે. પરંતુ બેંકની આ મનમાનીને રોકવા માટે આરબીઆઈ દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા આ માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે અને આ નિયમ અનુસાર જો બેંક ક્રેડિટ કાર્ડ બંધ કરવામાં વિલંબ કરે છે તો તેને દરરોજ ખાતાધારકને 500 રૂપિયાની પેનલ્ટી ચૂકવવી પડી શકે છે.
આરબીઆઈના આ નિયમ અનુસાર જો કોઈ કસ્ટમર ક્રેડિટ કાર્ડ બંધ કરવાની રિક્વેસ્ટ કરે છે તો બેંકે સાત દિવસમાં જ તેના પર પ્રોસેસ શરૂ કરવી પડે છે. જો બેંક આવું કરે છે તો સાત દિવસ બાદ બેંક દરરોજ પાંચસો રૂપિયાના હિસાબે પેનલ્ટી લગાવે છે. જોકે, એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે તે તમારું કોઈ પણ ક્રેડિટ કાર્ડના ડ્યુ બાકી ના હોવા જોઈએ. આરબીઆઈ દ્વારા આ નિયમ 2022માં બનાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…RBI અર્થતંત્રને વેગ આપવા અને રોકડની પ્રવાહિતા વધારવા ભરશે આ પગલું
આ રીતે પાંચ સિમ્પલ ટેસ્ટમાં બંધ કરી શકશો ક્રેડિટકાર્ડ-
- કોઈ પણ ક્રેડિટ કાર્ડને બંધ કરવા માટે પહેલાં એની ઉધારી ચૂકવવી પડશે. જ્યાં સુધી ડ્યૂ બાકી હશે ત્યાં સુધી બેંક કાર્ડ બંધ નહીં કરે
- ઘણા લોકો ક્રેડિટ કાર્ડ બંધ કરતાં પહેલાં તેમના રિવોર્ડ પોઈન્ટ્સ રિડીમ નથી કરતા પણ આ પોઈન્ટ તમારી મહેનતના છે અને એ વાપરવા તમારો હક છે
- ઘણી વખત લોકો પોતાના કાર્ડ પર રિકરિંગ પેમેન્ટ માટે સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન લગાવે છે, જેમ કે ઈન્શ્યોરન્સ પ્રીમિયમ, ઓટીટી મંથલી ચાર્જ કે બીજા કોઈ. કાર્ડ બંધ કરતાં પહેલાં એને સંપૂર્ણપણે ક્લિયર કરી દો
- તમારે બેંકને ફોન કરીને જાણ કરવી પડશે કે તમે ક્રેડિટ કાર્ડ બંધ કરવા માંગો છો, ત્યાર બાદ બેંક ડિટેઈલ્સ માંગશે અને પ્રોસેસ કરશે
- જ્યારે તમારું કાર્ડ બંધ થઈ જાય તો એને તોડીને ડિસ્કાર્ડ કરી નાખો, જેથી એની માહિતી કોઈ ખોટા હાથમાં ના લાગે.