ફ્લાઈટ્સ માટે કેટલી જોખમી છે જ્વાળામુખીની રાખ? જાણી લો એક ક્લિક પર…

ઈથિયોપિયા ખાતે 10,000 જૂનો જ્વાળામુખી ફાટતા તેની રાખ દુનિયાના અન્ય દેશો સહિત ભારતના વિવિધ રાજ્યો સુધી પહોંચી આવી છે. આ રાખ ખૂબ જ ઝેરી અને નુકસાનકારક હોય છે.
જ્વાળામુખીની રાખ હવામાં દેખાય છે ઓછી પણ જે ખૂબ જ જોખમી હોય છે. આ જોખમનો અંદાજો તમે એના પરથી જ લગાવી શકો છો કે તે ફ્લાઈટના સેફ ઉડ્ડયનને મિનિટોમાં રોકી શકે છે. ચાલો જાણીએ આ રાખને કારણે કઈ રીતે ફ્લાઈટ્સના ટેક ઓફ અને લેન્ડિંગમાં વિલંબ થાય છે…
આપણ વાચો: થિયોપિયાના જ્વાળામુખીની રાખ ભારતને કેટલો સમય અસર કરશે?
આપણામાંથી મોટાભાગના લોકો જ્વાળામુખીની રાખને ધૂમાડો, રાખ તે સામાન્ય ધૂળ સમજવાની ભૂલ કરે છે. પરંતુ હકીકત એકદમ અલગ છે. જ્વાળામુખીની આ ધૂળમાં ખૂબ દ બારીક, ધારદાર ખની અને કાચના કણ જેવા તત્વો જોવા મળે છે. જ્યારે કોઈ જ્વાળામુખી ફાટે છે ત્યારે તેના કણ 10થી 15 કિલોમીટર ઊંચા ઉડે છે અને ત્યાંથી જ મોટાભાગના એરક્રાફ્ટ ઉડે છે.
વાત કરીએ ફ્લાઈટ્સ માટે આ ધૂળ કેટલી જોખમી છે એની તો દુનિયાભરની એરલાઈન્સ જ્યારે જ્વાળામુખીની રાખ હવામાં ફેલાય છે એટલે તરત જ ફ્લાઈટ્સ કેન્સલ કરે છે. આનું કારણ સ્પષ્ટ છે કે આ રાખ વિમાનના દરેક હિસ્સામાં જઈને ખૂબ નુકસાન પહોંચાડે છે જેની તરફ દુર્લક્ષ ના કરી શકાય.
જ્વાળામુખીની રાખની સૌથી ખરાબ અસર જોવા મળે છે વિમાનના એન્જિન પર. જ્વાળામુખીની રાખ વિમાનના એન્જિનને નુકસાન પહોંચાડે છે અને એની ગરમીને કારણે આ ધૂળ પીગળી જાય છે અને ટર્બાઈનની બ્લેડ્સ પર ચોંટી જાય છે.
આપણ વાચો: ઇથોપિયાના જ્વાળામુખીની ઝેરી રાખના ધુમાડાની અસર કચ્છ સુધી વર્તાઇ! AQI થયો નબળો…
આને કારણે એન્જિનને થતો હવાનો પૂરવઠો બંધ થઈ જાય છે, આવી સ્થિતિમાં એન્જિન બંધ થઈ જાય છે. કોઈ પણ એરક્રાફ્ટ માટે આ સૌથી જોખમી સ્થિતિ છે ઉડ્ડયન દરમિયાન એન્જિનનું ફેઈલ થઈ જવું.
આ ઉપરાંત જ્વાળામુખીની રાખના કણ ઝડપથી ઉડી રહેલી ફ્લાઈટ્સની વિન્ડો સાથે ટકરાય છે અને તેના પર સ્ક્રેચ આવી જાય છે. થોડીક જ મિનિટમાં કોકપિટની વિન્ડો એટલી ધૂંધળી થઈ જાય છે કે બહારનું કંઈ જ દેખાતું નથી, જે એક જોખમી સ્થિતિ છે.
ફ્લાઈટ સેન્સરની પરફેક્ટ રીડિંગ પર ચાલે છે, પરંતુ રાખ આ સેન્સરને બ્લોક કરી નખે છે. આને કારણે સ્પીડ ખોટી દેખાઈ શકે છે. ઊંચાઈ ખોટી હોઈ શકે છે અને તાપમાન સેન્સર રીડિંગને ગડબડ કરી નાખે છે. રાખના કણ હવામાં ઉડતા રેતીના તોફાનની જેમ વિમાનના બોડી સાથે અથડાય છે, જેને કારણે ફ્લાઈટને નુકસાન થાય છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની અને ઓનીખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



