Viral video: Panipuriના દિવાના ઓસ્ટ્રેલિયાના શેફ પણ થઈ ગયા
પાણીપુરી…નામ પડ્યું નથી કે મોઢામાંથી પાણી છૂટ્યા નથી. મહિલાઓની તો પહેલી પસંદ, પણ હવે તમને પાણીપુરીની લારીઓ પાસે પુરુષો પણ એટલા જ દેખાશે. દેશના અલગ અલગ ભાગમાં આ વસ્તુ અલગ અલગ નામે ઓળખાય છે અને ટેસ્ટમાં પણ ફરક હોય છે, પરંતુ તેનો ચાહકવર્ગ ક્યાંય ઓછો નથી.
હવે ભારતની તો વાત થઈ, પણ ઓસ્ટ્રેલિયામાં પણ આ વસ્તુ સ્થાનિકોને આટલી ગમવા માંડશે તેનો ખ્યાલ કોઈને આવ્યો નહીં હોય. વાત છે ઓસ્ટ્રેલિયાના કુકિંગ શૉની. આ શૉમાં બે ભારતીયોએ પણ ભાગ લીધો છે. એક છે સુમીત સહેગલ અને એક છે દર્શન ક્લાર્ક.
મહિલા સ્પર્ધક સુમીત સહગલે પાણીપુરી પીરસી. જોકે તેણે થોડી અલગ રીતે પાણીપુરી પીરસી. તેણે પાણીપુરીમાં પહેલા બટેટાનું સ્ટફિંગ ભર્યું, ત્યારબાદ ગ્રીન અને સ્વીટ ચટણી મૂકી અને ત્યારૂબાદ તેમાં ફ્લેવર્ડ પાણી નાખી આપી. તેની પાણીપુરી ખાઈને જજ એટલા તો ખુશ થયા કે એક મહિલા જજે પોતાના હાથનો નેપકીન ફેંકી દીધો અને ચારેબાજુ તાળીઓ પાડવામાં આવી.
તમે પણ જૂઓ આ વાયરલ વીડિયો…