વેલણ વિના એક સાથે આટલી બધી પુરી બની શકે? વીડિયો જોઈ તમે અમને જણાવો

સોશિયલ મીડિયા જેટલું ગાઈડ કરે છે તેટલું મિસગાઈડ પણ કરે છે. વ્યૂઝ મેળવવા માટે લોકો કઈ હદે જાય છે તે વિચારવું પણ મુશ્કેલ છે. ઘણીવાર તો જીવલેણ સ્ટંટ્સ પણ લોકો કરે છે. તો બીજી બાજુ નાના-મોટા હેક્સ પણ લોકોને ગમતા હોય છે. મોજાં કઈ રીતે ગોઠવવાથી માંડી પાણી કઈ રીતે પીવું તે અંગેની હેક્સવાળી રીલ પણ ઘણી વાયરલ થાય છે.
આવો જ એક હેક વાયરલ થયો છે, જેને 1.20 કરોડ વ્યૂઝ મળ્યા છે. આ રીલમાં એક મહિલા વેલણ વિના એકસાથે ઘણી પુરી વણવાની ટ્રીક શિખવાડી રહી છે. @pree_tikirasoi નામના સોશિયલ મીડિયા અકાઉન્ટથી આ વીડિયો વાયરલ થયો છે.
ગરમાગરમ ફુલેલી પુરી ખાવી તો બધાને ભાવે છે, પરંતુ વણવી ખૂબ જ અઘરી છે. જો તમારે ઘરે મહેમાન હોય અને એકસાથે બધાને ગરમ ગરમ પુરી પિરસવાની હોય ત્યારે વણવાનું અઘરું બની જાય છે. આ રીલમા એક મહિલાએ આનું બહુ સાદુસીધું સોલ્યુશન બતાવ્યું છે.
મહિલાએ વેલણ વિના જ પુરી બનાવવાની ટ્રીક શિખવાડી છે. જેમાં તે પહેલા લોટના લુવા બનાવે છે. ત્યારબાદ તેને પાટલા પર ચાર ગોઠવે છે. તેના પર પ્લાસ્ટિક શિટ મૂકી, બીજા ચાર ગોઠવે છે. આમ તો ચાર-પાંચ પાઈલ બનાવે છે. ત્યારબાદ ગોળ મોટો કાથરોટ લઈ તેના પર વજન મૂકી તેને દબાવે છે. તો એકનાશ 15-20 ગોળ પુરી તૈયાર થઈ જાય છે. ઘણાના કહેવા અનુસાર આ રીતે પુરી શક્ય નથી, વીડિયોને એડિટ કર્યો છે, પરંતુ વીડિયો જોઈને લાગી રહ્યું છે કે આ શક્ય છે. હવે તમે પણ જીઓ વીડિયો, ટ્રાઈ કરો અને અમને જણાવો કે આ રીતે પુરી વણવાનું શક્ય છે કે નહીં.