કાશ…મોબાઈલમાં સંવેદના માટે પણ એક બટન હોયઃ ચિત્તા સામે ઊભીને યુવતીએ બનાવી રીલ | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

કાશ…મોબાઈલમાં સંવેદના માટે પણ એક બટન હોયઃ ચિત્તા સામે ઊભીને યુવતીએ બનાવી રીલ

ઘરમાં રોટલી વણતા, પાણી ભરતા, કોગળા કરતા કે નસકોરા બોલાવતા ગમે ત્યારે માણસ રીલ બનાવતો થઈ ગયો છે. મોબાઈલ દર સેકન્ડ્સમાં કેટલીય રીલ્સ ઠલવાય છે અને લોકો કરોડોની સંખ્યામાં જૂએ છે, જેમાંથી 50 ટકા વાહિયાત હોવા છતાં જોવાઈ છે અને એક મોટો વર્ગ પોતાની એનર્જી, સમય, પૈસા બગાડી રહ્યો છે. પણ હદ તો ત્યારે થાય જ્યારે કોઈ સળગતી ચિત્તા સામે હસતા હસતા રીલ બનાવે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક લગભગ 17-18 વર્ષની યુવતી સુંદર સાડી પહેરી સળગતી ચિત્તા સામે ઊભી છે અને હસતા હસતા રીલ બનાવી રહી છે.

આપણ વાંચો: રીલ્સની દુનિયાની બહાર પણ જુઓ

આ વીડિયો કયા શહેરનો છે, કોનો છે તે વિશે માહિતી નથી, પરંતુ આટલ અસંવેદનશીલ વીડિયો તમે જોયો નહીં હોય. ઘણીવાર નેટીઝન્સ ઈરાદાપૂર્વક આવા વીડિયો બનાવે છે, જેથી ઝડપથી વાયરલ થાય, પરંતુ હજુ તો કોઈનું મૃત્યુ થયું છે અને તેનું શરીર બળી રહ્યું છે ત્યારે આ રીતે વીડિયો શૂટ કરવાનું કોને કેમ સૂઝ્યું તે સમજવું મુશ્કેલ છે.

આ વીડિયો જ્યારથી પોસ્ટ થયો છે તેની ગણતરીની કલાકોમાં 40,000 કરતા વધારે લોકોએ જોઈ લીધો છે. @ShoneeKapoor ઈન્સ્ટા હેન્ડલ પરથી શેર થયેલો વીડિયો જોઈ નેટીઝન્સ પણ ખફા છે. કોઈ તેને થપ્પડ મારવાનું કહે છે તો કોઈ તેના સંસ્કારના વાંક કાઢે છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button