Chicken Cake Video: ક્રિસ્પી લેગ પીસ જોઇને ચિકન ન સમજતા; હકીકત જોઈને નોન-વેજીટેરિયનનું દિલ તૂટશે…
નોનવેજ ખાનારા લોકોમાં સૌથી વધુ ફ્રાઈડ ચિકનનું ખાસ ઘેલું લાગે છે. પરંતુ હાલ તો એક એવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચિકનના ટુકડા જોઈને ખાનારાઓને મોઢામાં પાણી આવી જાય અને બીજાને સૂગ ચડી આવે. પરંતુ હકીકતે આ એક એવી વાનગી છે જે જોનારાને મૂંઝવણમાં મૂકી આપે. વિડીયોને જોઈને તમે પણ આખી ઘટનાને સમજી જ જશો કે ખરેખર શું છે!
હકીકતે વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં ક્રિસ્પી ફ્રાઈડ ચિકન જેવો દેખાતો આ ટુકડો બીજું કાઈ નહીં પણ કેક છે. વીડિયોમાં તમને જોવા મળશે કે જ્યારે ચીકનના ટુકડાને કાપવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે તે ચિકન નહિ પણ ડાર્ક ચોકલેટ કેક છે. આ વિડિયો જોઈને કોઈપણ નોન-વેજિટેરિયનનું દિલ તૂટી શકે છે અને શાકાહારીનો મૂડ બગડી શકે છે.
તેની પોસ્ટ પર એક વ્યક્તિએ લખ્યું છે – ઓહ ગોડ, આ તો સાચા ચિકન કરતાં પણ વધુ ચિકન જેવું લાગી રહ્યું છે. મારું દિલ તૂટી ગયું છે. સ્વિગી ઇન્સ્ટામાર્ટના ઓફિશિયલ હેન્ડલ પરથી કમેન્ટ કરીને કહ્યું હતું કે– મારે શું કરવું જોઈએ જેથી હું આ મેળવી શકું. બાય ધ વે, તમને ચિકન અને કેકનો આ વિડીયો ફની લાગ્યો કે નહી?
જો કે, આ રીલ બનાવનાર કેક ક્રિએટર દાયિતા પાલના ટેલેન્ટની તમે જોઈને વખાણ કરતાં નહિ થાકો. દાયિતા પાલની ઇલ્યુઝન કેક બનાવવામાં એક્સપર્ટ છે. ઈન્સ્ટાગ્રામ પર પણ તેમની આઈડી પર લાખો ફોલોવર છે. તેના ઇંસ્ટા હેન્ડલ પર તેણે ઇલ્યુજન કેકના આવા ઘણા વીડિયો શેર કર્યા છે જેને જોઈને કોઈ પણ પાગલ થઈ જશે.