આ ભિખારીએ રોકડા આપી ખરિદ્યો iPhone 16 Pro Max: જૂઓ વીડિયોમાં શું કહે છે

રસ્તા પર કોઈ ભિખારીની જોઈ આપણને કરૂણ ઉપજે છે અને ખાસ કરીને નાના ભૂલકાંઓને આ રીતે હાથ ફેલાવતા જોવા શિક્ષિત સમાજ માટે ચિંતા ઉપજાવનારી ઘટના છે. યોગ્ય શિક્ષણ અને ઉછેર ન મળ્યો હોવાથી આવા બાળકો બધી રીતે સક્ષમ હોવા છતાં ભિખ માગવાના રસ્તે વળે છે. ઘણી જગ્યાએ આખા ગિરો ચાલે છે જે આવા ગરીબ ભૂખ્યા બાળકોને ભીખ માગવાના ધંધામાં નાખે છે અને કમાણી કરે છે. જોકે અજમેરના ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પાસેના એક ભિખારીનો વીડિયો વાયરલ થયો છે અને તે જોઈને સૌ કોઈ અચંબામાં પડી ગયા છે.
વીડિયોમાં એક માણસ અજમેરની દરગાહ પાસે ઊભો છે અને વીડિયો શૂટ કરી રહ્યો છે. તે એક ભિખારી સાથે વાત કરી રહ્યો છે. આ ભિખારી લાકડાના પાટિયા પર બેસી ભિખ માગી રહ્યો છે. તેના હાથમાં આઈ ફોન જોઈને નેતે પૂછવામાં આવે છે કે ક્યો ફોન છે એટલે કે iPhone 16 Pro Max છે તેમ કહે છે અને પછી કહે છે કે આ તેણે રૂ. 1.70 લાખમાં ખરિદ્યો છે. તેણે રોકડા પૈસા આપ્યા છે અન આ પૈસા તેણે આ રીતે માગીને ભેગા કર્યા છે.
આ પણ વાંચો : તૈમૂર અને જેહ આવ્યા પપ્પા સૈફને મળવાઃ વીડિયો વાયરલ
તુષાર રાય નામના એક સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. પોસ્ટ કરનારે લખ્યું છે ભિખ માગી આઈફોન ખરીદયો.
સરકારે અને સ્થાનિક તંત્રએ ભિખ માગવા પર પ્રતિબંધના કાયદાને યોગ્ય રીતે અમલમાં મૂકવાની જરૂર છે. સાથે સમયસર સારી શિક્ષા અને રોજગાર મળી રહે તો એક મોટો વર્ગ ભિખારી બનતા અટકી જાય તેમ છે.