ઓફિસમાં આરામ ફરમાવી રહ્યો હતો કર્મચારી અને અચાનક થયું કંઈક એવું કે…
આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં ક્યારે શું વાઈરલ થઈ જાય એ કંઈ કહેવાય નહીં. દરરોજ હજારોની સંખ્યામાં વીડિયો વાઈરલ થતાં હોય છે અને એમાંથી કેટલાક વીડિયો એવા હોય છે કે જે લાંબા સમય બાદ પણ લોકોના દિલોદિમાગ પર એકદમ છવાયેલા રહે છે. આજે અમે અહીં તમારા માટે આવા જ એક વીડિયોની માહિતી લઈને આવ્યા છીએ કે જેને જોઈને તમે પણ હસવાનું રોકી નહીં શકો. ચાલો જોઈએ શું છે આ વીડિયોમાં ખાસ-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ ઓફિસમાં પોતાની ખુરશી પર બેસીને આરામ ફરમાવી રહ્યો હોય છે. તે પોતાના બંને હાથને માથાની પાછળ રાખીને એકદમ ચિલ મોડમાં જોવા મળે છે. એ જ સમયે એક વ્યક્તિ તેની સાથે અચાનક ડરામણી મજાક કરે છે.
પડદાની પાછળથી બીજી વ્યક્તિને પોછાને આરામ ફરમાવી રહેલાં વ્યક્તિના માથા પર નાખી દે છે અને એ જોઈને આરામ ફરમાવી રહેલી વ્યક્તિ ગભરાઈને જાણે સામે કોઈ ભૂત આવી ગયું હોય એમ ગભરાઈ જાય છે. એટલું જ નહીં એ વ્યક્તિ ગભરાઈને ભાગવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર બંદુક સાથેની હીરોગીરી ભારે પડી, જોકે પોલીસે…
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ @TheBest_Viral નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે અત્યારે રિલેક્સ કરવાનો સમય નથી. આ વીડિયોને અત્યાર સુધીમાં 20,000થી વધુ વખત જોવાઈ ચૂક્યો છે. જોકે, આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે એ તો જાણી શકાયું નથી, પરંકુ નેટિઝન્સ આ વીડિયો જોવાનું ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેના પર કમેન્ટ્સ અને લાઈક કરી રહ્યા છે. તમે પણ જો આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો..