મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Viral ડોલી ચાયવાલાએ Bill Gates સાથે વીડિયો શૂટ કર્યા બાદ જણાવી આ સિક્રેટ વાત…

નાગપુર: પોતાના અનોખા અંદાજમાં ચા વેચનારા ડોલી ચાયવાલાની સોશિયલ મીડિયા ઉપર પહેલાથી જ ચર્ચા છે અને એવામાં માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ (Bill Gates) સાથે વીડિયો શૂટ કર્યા બાદ તો તે ચારે બાજુ છવાયેલા છે.

જોકે, બિલ ગેટ્સ સાથે થયેલી મુલાકાત બાબતે ડોલીએ મોટી વાત જણાવી છે. ડોલી શૂટ પાછળની વાત જણાવતા કહે છે કે બિલ ગેટ્સની ટીમે મારો સંપર્ક કર્યો હતો અને આ શૂટ ત્રણ દિવસ પહેલા કરવામાં આવ્યું હતું. આ પહેલા હું બિલ ગેટ્સને ઓળખતો નહોતો, ફક્ત એટલી ખબર પડી હતી કે તે કેટલા અમીર છે.

એક દિવસ બાદ તે વીડિયો વાઈયરલ થઇ ગયો હતો. હું ખૂબ જ ખુશ છું. તેમની ટીમે મારી સાથે વાત કરી અને કહ્યું કે તમે જે ચાનું કરો છો તેવું જ તમારે કરવાનું છે. હું શૂટિંગ માટે હૈદરાબાદ ગયો હતો. ત્યાં હોટેલમાં રોકાયો. મને સારી સર્વિસ આપવામાં આવી. પહેલા દિવસે અડધો વીડિયો શૂટ કરવામાં આવ્યો અને બાકીનો પછીના દિવસે.

સૌથી મોટા આશ્ચર્યની વાત તો એ છે કે શૂટિંગ કરતા વખતે ડોલીને જરાય ખ્યાલ નહોતો કે તે જેની સાથે શૂટીંગ કરી રહ્યો છે તે દુનિયાના પ્રખ્યાત ઉદ્યોગપતિ છે. ડોલી જણાવે છે કે વીડિયો શૂટ થયા બાદ તેને ખબર પડી કે જેની સાથે મેં વીડિયો શૂટ કર્યો તે દુનિયાની સૌથી અમીર વ્યક્તિઓમાંની એક છે. મને તો ફક્ત એટલી જ ખબર હતી કે કોઇ વિદેશી લોકો શૂટીંગ કરવા આવે છે. તેમની ટીમમાં કુલ આઠ લોકો હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button