રેલવેના ટિકિટ ચેકરે વૃદ્ધ મહિલા સાથે જે વર્તન કર્યું તે જોઈ તમને શું લાગે છે…

રેલવેમાં યાત્રા કરવાની પહેલી શરત એ છે કે તમારે ટિકિટ લેવી પડે છે, જે અધિકૃત હોવી જોઈએ અને કન્ફર્મ પણ હોવી જોઈએ. રેલવેમાં આવતા ટિકિટ ચેકર (ટીસી) કેટલા યાત્રીઓ વિના ટિકિટ પ્રવાસ કરે છે તે જ જોવા આવે છે.
જેમની પાસે ટિકિટ ન હોય તેમને દંડ પણ ફટકારે છે. પણ આજે એક એવા ટીસીની વાત કરવી છે જેણે એક વૃદ્ધ મહિલા યાત્રીને ટિકિટ વિના પકડી પરંતુ પછી જે કંઈ થયું તે ઘણાના હૃદયને સ્પર્શી ગયું.
इंसानियत से बड़ी कोई चीज़ नहीं !
— Manisha (@manisha31843) October 4, 2025
ट्रेन में एक बुजुर्ग महिला से टीटी ने टिकट मांगा गया तो मासूमियत से टिकट की जगह आधार कार्ड दिखा दिया
टीटी भी मुस्कुरा उठा और बोला ये पहचान ही काफी हैं….. जाइए, माफ किया
कभी- कभी इंसानियत के छोटे छोटे लम्हें दिल को बड़ी सीख दे जाते हैं… pic.twitter.com/ivPSjzxj9y
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક ટ્રેનમાં સફર કરી રહેલી લગભગ 70-75 વર્ષની લાગતી મહિલા સાથે એક ટીસી વાત કરતો હતો. ટીસીએ તેમની પાસે ટિકિટ આપી, પણ મહિલા પાસે તો આધાર કાર્ડ જ હતું એટલે તેણે આધાર કાર્ડ જ બતાવ્યું, ટીસીએ મહિલાને પૂછ્યું કે ટિકિટ નથી, તો મહિલાએ ના પાડી, ટીસીએ બહુ પ્રેમથી મહિલાને કહ્યું કે ચાલશે.
લોકો આ વીડિયો પર અલગ અલગ રિએક્શનન્સ આપી રહ્યા છે. કોઈ ટીસીની માનવતાને બિરદાવે છે તો કોઈ મહિલાની માસૂમિયતને વખાણે છે. આ વીડિયો @manisha31843 સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ થયો છે અને ઘણો વાયરલ થયો છે.
જોકે દરેકે રેલવેના નિયમોનું પાલન કરવું જોઈએ. રેલવે આપણને જે સેવા આપે છે તેના બદલામાં આપણે સારા નાગરિક તરીકે આપણે ટિકિટ ચૂકવવી જોઈએ. આ સાથે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો…Indian Railwayની આ ખાસ સુવિધા વિશે જાણો છો? સ્ટેશન નહીં ચૂકી જશો ગેરેન્ટેડ…