સ્પેશિયલ ફિચર્સ

ઓનલાઈન ફ્રોડનો શિકાર બનો તો આ નંબર પર ડાયલ કરી શકો

આજના આધુનિક યુગમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને પ્લાસ્ટિક મનીનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. નાના-નાના વેપારીથી લઈ બિઝનેસ ટાયકુન સુધી બધાના જીવનમાં હાલ ઓનલાઈન પેમેન્ટ એ રોજની જીવનશૈલી પણ એક ભાગ છે.
જો કે આજ ડિજિટલ પેમેન્ટની સુવિધા સાથે કેટલાક જોખમ પણ રહેલા છે, જેને સાઇબર ફ્રોડ તરીકે ઓળખવામાં આવે છે. જી હા, લોકો અવાર-નવાર ઓનલાઈન ફ્રોડનો ભોગ બનતા હોય છે અને તેથી જ સાઇબર ક્રાઈમનો શબ્દ પણ લોકોના મોઢે સામાન્ય થઈ ગયો છે. જો કે આ રીતે જ તમારા પૈસા પણ બેંક અથવા ઓનલાઈન લેવદદેવડના માધ્યમથી જાય તો ગભરાવવાની જરૂર નથી, કારણ કે સરકારે આના માટે એક હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે.

જો તમે પણ કોઈ ઓનલાઈન ફ્રોડનો શિકાર બનો છો તો તાત્કાલિક 1930 નંબર ડાયલ કરો. તમારું ટ્રાન્ઝેક્શન થોડી જ મિનિટમાં રોકી દેવામાં આવશે. જેવું કોઈને ખબર પડે કે તેની સાથે છેતરપિંડી થઈ છે, તે તુરંત 1930 પર કોલ કરે છે, જેથી સાઇબર સિસ્ટમ સક્રિય થઈ જાય છે અને ટ્રાન્ઝેકશનમાં રહેલા પૈસા સાતથી આઠ મિનિટની અંદર રોકી દેવામાં આવે છે. કારણ કે ગુનેગાર પૈસા ચોરવા માટે ઘણા ખાતાનો ઉપયોગ કરે છે.

કોલ આવતા જ સંબંધિત બેંક અથવા ઈ-સાઈટ એલર્ટ થઈ જાય છે. તેથી જ જ્યારે ટ્રાન્ઝેક્શન થતું હોય ત્યારે પૈસા રોકી રાખવામાં આવે છે. હેલ્પલાઈન નંબર પર કોલ કરતા જ નામ, મોબાઈલ, ખાતા નંબર, ટ્રાન્ઝેકશનનો સમય જેવી મહત્વની જાણકારી માગવામાં આવે છે. આ ઉપરાંત, તમે તમામ જાણકારી http://cybercrime.gov.in/ અથવા મંત્રાલયની વેબસાઈટના એક ડેશબોર્ડ પર નોંધવામાં આવે છે.

સંબંધિત હેલ્પલાઈન નંબર અને વેબસાઈટ એ સુરક્ષાનું એક નવું સ્વરૂપ છે જેને ઈન્ડિયન સાઇબર ક્રાઈમ કોઓર્ડિનેશન પ્લેટફોર્મના નામથી પણ ઓળખવામાં આવે છે. લગભગ 55 બેંક, ઈ-વોલેટ, પેમેન્ટ ગેટવે, ઈ-કોમર્સ સાઈટ અને કેટલીક અન્ય આર્થિક સેવા પ્રદાતા આનાથી જોડાયેલા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button