બે દિવસ બાદ પોતાના જ નક્ષત્રમાં પ્રવેશ કરશે ગ્રહોના સેનાપતિ, ત્રણ રાશિના જાતકોના શરુ થશે અચ્છે દિન
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત અને મહત્ત્વ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યા છે. જ્યોતિષાચાર્યોએ શુક્રને ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિનો કારક ગણાવ્યો છે. અન્ય ગ્રહોની જેમ જ શુક્ર પણ એક ચોક્કસ નિર્ધારિત સમયે ગોચર કરીને રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે.
બે દિવસ બાદ એટલે કે 11મી ઓગસ્ટના ગોચર કરીને શુક્ર પોતાના જ નક્ષત્ર પૂર્વાફાલ્ગુનીમાં પ્રવેશી રહ્યા છે. શુક્રના આ નક્ષત્ર પરિવર્તનની અસર તમામ રાશિના જાતકો પર ઓછા-વધતા પ્રમાણમાં જોવા મળશે, પણ ત્રણ રાશિઓ એવી છે કે જેમના પર આ ગોચરની વિશેષ અસર જોવા મળશે. આવો જોઈએ 11મી ઓગસ્ટના શુક્ર ક્યારે કરશે નક્ષત્ર પરિવર્તન અને કઈ છે ત્રણ ભાગ્યશાળી રાશિઓ કે જેમનો ભાગ્યોદય થઈ રહ્યો છે-
મુંબઈના એક જાણીતા જ્યોતિષીના જણાવ્યા અનુસાર 11મી ઓગસ્ટના શુક્ર 11.15 કલાકે પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 22મી ઓગસ્ટ સુધી આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. આ નક્ષત્રના સ્વામી સ્વયં શું છે અને એની રાશિ સિંહ છે. આ સમયગાળામાં ત્રણ રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ રાશિઓ-
મેષ રાશિના જાતકો માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન લાભદાયી સાબિત થશે. જો કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તેનો પણ અંત આવી રહ્યો છે. કરિયરમાં મનચાહી સફળતા મળી રહી છે. કામના સિલસિલામાં પ્રવાસ પર જવું પડશે અને એનાથી ખૂબ જ લાભ થશે. પાર્ટનરશિપમાં ચાલી રહેલાં બિઝનેસમાં પણ મનચાહ્યો લાભ થશે. શેરબજાર અને સટ્ટાથી અઢળક આવક થશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો.
કર્ક રાશિના જાતકો માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તન ભાગ્ય ખોલનારું સાબિત થઈ રહ્યું છે. ભાગ્યને પૂરેપૂરો સાથ મળવાની સાથે સાથે દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. વેપારમાં કોઈ મોટી ડીલ ફાઈનલ કરી શકશો. કમાણીના નવા નવા સ્રોત ખૂલી રહ્યા છે. અપાર ધનલાભ થઈ રહ્યો છે. કરિયરમાં પણ કોઈ મોટી સફળતા મળી શકે છે.
સિંહ રાશિના જાતકો માટે પણ આ સમયગાળો લાભદાયી રહેવાનો છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. કરિયરમાં કે કામના સ્થળે તમારા કામની પ્રશંસા થઈ રહી છે. લાંબા સમયથી જો કોઈ કામ કે પ્રમોશન અટવાઈ પડ્યું હતું તો તે પણ પૂરું થઈ શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો ધનલાભ થઈ રહ્યો છે. પૈસા કમાવવાના નવા નવા રસ્તાઓ ખૂલી રહ્યા છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.