શું તમે પણ રસોડામાં મીઠું, મરચું અને ખાંડ એકસાથે રાખો છો? આજે જ બંધ કરી દો નહીંતર…

વાસ્તુશાસ્ત્રમાં અનુસાર કિચનને ઘરનું સૌથી મહત્ત્વનું સ્થાન માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે આ જ સ્થાનથી આખા ઘરને ઊર્જા મળે છે. જો તમારું કિચન સાફ-સૂથરું હશે તો ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. આજે અમે અહીં તમને કિચન સંબંધિત જ કેટલીક ભૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની તમારી પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફ પર નેગેટીવ અસર જોવા મળે છે.
કિચનને ઘરનું હાર્ટ માનવામાં આવે છે અન એવું કહેવાય છે કે જેવું કિચન હોય છે એવી જ અસર ઘરના સદસ્ય પર જોવા મળે છે. જોકે, વાસ્તુશાસ્ત્રમાં આ કિચન સંબંધિત કેટલીક ભૂલો વિશે જણાવવામાં આવ્યું છે જેને કરવાનું ટાળવું જોઈએ. આવી જ એક ભૂલ એટલે મીઠું અને મરચું એક જ જગ્યાએ રાખવું. તમારી આ ભૂલને કારણે તમને એના નેગેટિવ રિઝલ્ટ ભોગવવા પડશે. ચાલો જોઈએ મીઠું અને મરચું ક્યાં રાખવું જોઈએ?
વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે અને મીઠું રાખવા માટેના પણ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. મીઠાને યોગ્ય રીતે રાખવામાં આવે તો તે ઘરમાંથી નેગેટિવિટીને દૂર કરે છે. મીઠાને હંમેશા કાચના વાસણમાં સ્ટોર કરો. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે. લોખંડ, પ્લાસ્ટિક કે અન્ય કોઈ ધાતુના વાસણમાં મીઠું રાખવું અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી પરેશાનીઓ અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
પડોશીઓને ક્યારેય જમણા હાથથી મીઠું ના આપવું જોઈએ. કોઈ વાસણમાં મીઠું ના આપવું જોઈએ. વાસ્તુના નિયમ અનુસાર કોઈ વાસણમાં નાખીને જ મીઠું આપવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં તો કોઈના ઘરેથી મીઠું લાવવાથી દરિદ્રતા આવે છે. આ સાથે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે મીઠાનું વાસણ ક્યારેય ખાલી ના રાખવું જોઈએ, જ્યારે પણ મીઠું ખતન થાય એની પહેલાં જ મીઠું ભરી લો. મીઠાનું વાસણ હંમેશા શુક્રવારે જ ભરવું જોઈએ, આવું કરવાથી નકારાત્મક ઊર્જા દૂર રહે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.
વાસ્તુશાસ્ત્રમાં રસોડામાં મીઠું, સાકર અને મરચું એક સાથે રાખવામાં આવે છે તો પરિવારમાં કલેશ વધે છે અને ઝઘડા થાય છે. આ ત્રણેયને અલગ અલગ વાસણમાં રાખવા જોઈએ. મીઠું, મરચું અને ખાંડ એક જ વાસણમાં રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે, જે એકદમ ખોટું છે. પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે એ માટે આ ખાસ નિયમનું પાલન કરવું જોઈએ.
કિચનમાં હળદર પણ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે અને તે માત્ર રસોઈનો સ્વાદ વધારે છે એવું નથી પણ એની સાથે સાથે જ તે ઘરમાં શુભ, પ્રગતિ, શાંતિ પણ લાવે છે. આ જ કારણ છે કે હળદરને રાખવાની જગ્યા અને તેના વાસણનું ખાસ ધ્યાન આપવું જોઈએ. મીઠાની જેમ હળદરના વાસણને પણ ક્યારેય ખાલી ના રાખવું જોઈએ. હળતના વાસણમાં એક સિક્કો અને ત્રણ લવિંગ રાખવા જોઈએ.
વાસ્તુશાસ્ત્રમાં હળદરને ગ્રહ ગુરુનું પ્રતિક માનવામાં આવે છે, જ્યારે સિક્કાને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને લવિંગને ધનનું પ્રતિક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો ત્રણેયને એક જગ્યાએ રાખવામાં આવે તે ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી નથી થતી.
આપણ વાંચો: મંદિરમાં દીવો કરવાની સાચી દિશા કઈ, શું ભગવાનની સામે દીવો કરવો યોગ્ય છે? જાણો શું કહે છે નિષ્ણાતો…