શું તમારા ઘરમાંથી પણ સુખ-શાંતિ ગાયબ થઈ ગઈ છે? આ રીતે મેળવી શકશો પાછી…

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનો મુખ્ય દરવાજો અને તેની ‘ચોકઠું’ (ઉંબરો) માત્ર અવરજવર માટે નથી, પરંતુ તે ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવેશનું સૌથી મોટું કેન્દ્ર છે. જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય, સુખ-શાંતિ ગાયબ થઈ ગઈ હોય અથવા આર્થિક તંગી રહેતી હોય, તો તેની પાછળ મુખ્ય દ્વારના વાસ્તુ દોષ જવાબદાર હોઈ શકે છે. આજે આપણે આ સ્ટોરીમાં કેટલીક એવી ભૂલો વિશે જ વાત કરીશું જેને કરવાથી તમારે બચવું જોઈએ.
હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ઘરના ઉંબરાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ઘરના પ્રવેશદ્વારની યોગ્ય દેખરેખ અને વાસ્તુના નિયમોનું પાલન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા સદાય બની રહે છે. ચાલો જોઈએ કઈ છે આ ભૂલો જે કરવાનું તમારે ટાળવું જોઈએ-
આપણ વાચો: વાસ્તુશાસ્ત્ર કંઈ સાવ વાહિયાત નથી…
ઉંબરાનું પૂજન કરો અને સ્વચ્છતા

વાસ્તુ મુજબ, જે ઘરનો ઉંબરો સ્વચ્છ અને સુશોભિત હોય છે ત્યાં નકારાત્મકતા ટકી શકતી નથી. આ સિવાય દરરોજ સવારે ઘરના મુખ્ય દ્વાર પર પાણી છાંટવું જોઈએ અને ઉંબરાને સાફ કરવો જોઈએ. મુખ્ય દરવાજાની બંને બાજુ હળદર અથવા સિંદૂરથી ‘સ્વસ્તિક’ બનાવવું જોઈએ. આ ચિન્હ ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે અને સુખ-સમૃદ્ધિ લાવે છે.
હળદરના પાણીનો પ્રયોગ

હળદરને જ્યોતિષ અને વાસ્તુમાં અત્યંત શુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં હંમેશા તણાવ રહેતો હોય, તો દર ગુરુવારે પાણીમાં થોડી હળદર ભેળવીને ઉંબરા પર છંટકાવ કરો. આ ઉપાયથી ગુરુ ગ્રહ મજબૂત બને છે અને ઘરમાં મંગળકારી કાર્યો થાય છે.
ઉંબરા પર દીવો પ્રગટાવવો

સાંજના સમયે ઘરના ઉંબરા પર દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે. સંધ્યાકાળે દરવાજાની બહાર જમણી બાજુ ઘી કે તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આનાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને ઘરના સભ્યોની ઉન્નતિ થાય છે.
શું ન કરવું જોઈએ?

ઘણી વખત આપણે અજાણતાંમાં જ એવી ભૂલો કરી બેસીએ છીએ કે જે ઘર-પરિવારમાં દરિદ્રતા અને અશાંતિ લાવે છે.
ઉંબરા પર બેસવું: ક્યારેય પણ ઘરના ઉંબરા પર બેસવું જોઈએ નહીં. આનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે.
પગરખાં કે કચરાપેટી: મુખ્ય દરવાજાની સામે કે ઉંબરાની આસપાસ ક્યારેય પણ ચંપલ-બૂટ કે કચરાપેટી ન રાખવી. તે સકારાત્મક ઉર્જાના માર્ગમાં અવરોધ પેદા કરે છે.
અવાજ કરતો દરવાજો: જો તમારો દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે અવાજ કરતો હોય, તો તેને તાત્કાલિક રીપેર કરાવો. વાસ્તુ મુજબ આ એક મોટો દોષ છે જે અશાંતિ પેદા કરે છે.
તોરણનું મહત્વ

આપણે ઘરના દરવાજા પર સારા પ્રસંગે તે તહેવારોના દિવસોમાં આસોપાલવ કે આંબાના પાનનું તોરણ મુખ્ય દ્વાર પર લગાવવાથી ઘરમાં આવનારી નકારાત્મક ઉર્જા શુદ્ધ થઈ જાય છે. શ્રાવણ કે નવરાત્રી જેવા પવિત્ર દિવસોમાં તેને બદલતા રહેવું જોઈએ. આને કારણે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.



