Mukesh Ambaniની જેમ ધનવાન બનવું છે? આ રહ્યું સિક્રેટ, આજે જ ફોલો કરો આ ટિપ્સ અને…

વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરીને સકારાત્મક્તાથી ભરવા અને ઘરમાં સદૈવ પૈસાની રેલમછેલ રહે એ માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો તમે પણ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને રતન ટાટાની જેમ અમીર બનવા માંગો છો તો આજે અમે અહીં તમને એક એવું સિક્રેટ જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી પૈસા લોહચુંબકની જેમ તમારી પાસે ખેંચાઈને આવશે. તમે કોઈ પણ પૈસાદાર, અમીર બિઝનેસમેનનું ઘર જોઈ લેજો, એમના ઘરમાં તમને ચોક્કસ જ અહીં જણાવવામાં આવેલી મોટાભાગની વસ્તુઓ જોવા મળશે. આ વસ્તુઓ બીજું કંઈ નહીં પણ કેટલીક ખાસ મૂર્તિઓ છે. આ મૂર્તિઓઘરમાં રાખવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનલાભ થાય છે. ચાલો જોઈએ કઈ છે આ મૂર્તિઓ-
પીતળ, તાંબા કે ચાંદીની હાથીની મૂર્તિ
એવું કહેવાય છે કે હાથી પર મા લક્ષ્મીના આશિર્વાદ હોય છે અને આ જ કારણે ઘરમાં હાખીની મૂર્તિ રાખવાથી સકારાત્મક્તાનો વાસ રહે છે. સ્વાસ્થ્ય સારું રહે છે. હાથીને ધન અને વૈભવનું પ્રતિક માનવામાં આવે છે એટલે જ મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરમાં હાખીની મૂર્તિ રાખવી જોઈએ.
કાચબાની મૂર્તિ
કાતબાને ભગવાન વિષ્ણુનો અવતાક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુનો બીજો કુર્મ અવતાર હતો. એટલે સ્વાભાવિક છે મા લક્ષ્મીના પણ કાચબા પર વિશેષ આશિર્વાદ રહે છે. લક્ષ્મીજીની વિશેષ કૃપા મેળવવા માટે અમીર, ધનવાન લોકો ઘરમાં કાચબાની ચાંદી, તાંબા કે પિત્તળની મૂર્તિ રાખે છે.
આ પણ વાંચો :આજનું રાશિફળ (15-10-24): મિથુન, કર્ક અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે Goodyyy Goodyyyy
કામધેનુ ગાયની મૂર્તિ
પૌરાણિક કથાઓમાં કામધેનુ ગાયને મનોકામનાઓ પૂરી કરનારી ગાય માનવામાં આવતી હતી. આવી કામધેનુ ગાયની મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી નથી વર્તાતી. વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર જો તમે જીવનમાં કોઈ વસ્તુ પામવાની કોશિશ કરી રહ્યા છો તો તમારે ઘરમાં કામધેનુ ગાયની મૂર્તિ ચોક્કસ રાખવી જોઈએ.
ક્રિસ્ટલ કે ધાતુનો પિરામીડ રાખો
ઘરમાં પિરામીડ રાખવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે. જો તમે કોઈ ઘર કે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો એમાં તમને આ પિરામીડ ખૂબ જ મદદ કરશે. પિરામીડ મૂકવાથી ઘર ખરીદવાનું સપનું સાકાર થાય છે અને મા લક્ષ્મીની કૃપા વરસે છે.
ઘુવડની મૂર્તિ
કરોડપતિ લોકોના ઘરમાં તમને ચોક્કસ જ ઘુવડની મૂર્તિ જોવા મળશે. ઘુવડને લક્ષ્મીજીનું વાહન માનવામાં આવે છે અને આ જ કારણે ઘુવડ પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. ઘરમાં ઘુવડની મૂર્તિ રાખવાની આવકમાં વૃદ્ધિ થાય છે અને તિજોરી પૈસાથી છલકાઈ ઉઠે છે. આ સિવાય પ્રોપર્ટી વગેરે ખરીદવાના સંયોગ પણ બને છે.