ઘરની આ દિશામાં લગાવો અરીસો, પૈસાથી છલકાઈ ઉઠશે તિજારી…
વાસ્તુશાસ્ત્રમાં અનેક એવી ટિપ્સ વિશે માહિતી આપવામાં આવી છે, જેનાથી આર્થિક તંગી દૂર થાય છે. આજે અમે અહીં તમને આવા જ એક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અમલમાં મૂકીને તમારી તિજોરી છલકાઈ ઉઠશે. ચાલો જોઈએ કયો છે આ ઉપાય. આ ઉપાય છે અરીસા સંબંધિત.
આપણા બધાના ઘરમાં અરીસો તો હોય જ છે, પરંતુ શું તમને ખબર છે કે આ અરીસો પણ જો યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો તેનાથી જીવનમાં પડી રહેલી આર્થિક તંગી દૂર થાય છે. વાસ્તુશાસ્ત્રમાં આ વિશે ખૂબ જ વિસ્તારથી માહિતી આપવામાં આવી છે.
અરીસો લગાવવા માટે ઉત્તર દિશાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવી છે. એવું કહેવાય છે કે આ દિશાનો સંબંધ ધનની દેવી માતા લક્ષ્મી અને કુબેર દેવ સાથે છે. જો તમે પણ ઘરમાં ઉત્તર દિશામાં અરીસો લગાવો છો તો માતા લક્ષ્મી અને કુબેર દેવના આશિર્વાદ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો : તુમ જીયો હજારો સાલઃ તમારો જન્મદિવસ કહેશે કે તમે કેટલું જીવશો
ઉત્તર દિશા સિવાય ઘરમાં પૂર્વ દિશા પણ અરીસો લગાવવા માટેની શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઘરમાં અરીસો લગાવવા માટે ઉત્તર અને પૂર્વ બંને શુભ અને યોગ્ય દિશા છે. આવું કરવાથી ઘરમાં ક્યારેય ધનની અછત નથી વર્તાતી અને પરિવારમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.
ઘરમાં અરીસો યોગ્ય દિશામાં લગાવવાથી થતાં બીજા ફાયદાઓ વિશે વાત કરીએ તો આવું કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી બની રહી છે અને પરિવારના સભ્યોની પ્રગતિ પણ થાય છે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત કરવા માટે તિજોરીમાં પણ અરીસો લગાવી શકાય છે. આવું કરવું શુભ માનવામાં આવ્યું છે. તિજોરીમાં અરીસો લગાવવાથી ધન-સંપત્તિમાં વૃદ્ધિ તો થાય જ છે પણ એની સાથે સાથે દેવામાંથી પણ મુક્તિ મળે છે.
જો તમે પણ ઘરમાં આર્થિક તંગી અનુભવી રહ્યા હોવ તો એક વખત ચોક્કસ આ ઉપાય અજમાવી જોજો હં ને…