સ્પેશિયલ ફિચર્સ

અભ્યાસમાં નબળા હોય તો વસંત પંચમીના દિવસે વિદ્યાર્થીઓ કરે આ ઉપાય, ફાયદો થશે

અભ્યાસમાં નબળા હોવાનો ઉકેલ માત્ર મહેનત અને એકાગ્રતા હોય છે અને સાથે સારી શાળા, સારા શિક્ષકો અને માતા-પિતાના સમર્થનની પણ જરૂર હોય છે, પરંતુ ઘણીવાર બધુ હોવા છતાં બાળકો એક યા બીજા કારણોસર અભ્યાસમાં ધ્યાન નથી આપી શકતા અથવા તો પરીક્ષામાં સારા માર્કસ લાવી શકતા નથી. આથી એવું કહેવાય છે કે સરસ્વતી માની કૃપા થતી નથી. તો જો તમે મહેનત કરવા તૈયાર હો અને તમને વરદાયિની માતા સરસ્વતીની કૃપા જોઈતી હોય તો તમારે અમુક ઉપાયો કરવાના રહશે.

  1. જો તમારી કુંડળીમાં બુધ નબળો હોય તો બુદ્ધિ નબળી પડી જાય છે ત્યારે દેવી સરસ્વતીની પૂજા કરવી અને દેવીને લીલા ફળ ધરવા.
  2. જો ગુરુ નબળો હોય તો તે જ્ઞાન મેળવવામાં અવરોધ બને છે. વાંચ્યું હોવા છતાં યાદ રહેતું નથી અથવા પરીક્ષા સમયે લખી શકાતું નથી. તેથી આજના દિવસે પીળા વસ્ત્રો પહેરો અને પીળા ફૂલ અને પીળા ફળોથી દેવીની પૂજા કરો.
  3. જો શુક્ર નબળો હોય તો મન વિચિલત રહે છે, જેને આપણે વિવરિંગ માઈન્ડ કહીએ છીએ. આમ થવાથી યોગ્ય અભ્યાસક્રમ કે કારકિર્દી પસંદ કરવામાં તકલીફ પડે છે. જો આમ થતું હોય તો સરસ્વતી દેવીની સફેદ ફુલથી પૂજા કરો. તમારો માર્ગ સ્પષ્ટ થશે.

    આ સાથે આજના દિવસે પીળા કે સફેદ કપડાં પહેરવા તે સૌ કોઈ જાણે છે, પરંતુ કાળા અને લાલ વસ્ત્રોથી બચીને રહેવાનું પણ કહેવામાં આવે છે. પૂજા કરો ત્યારે પૂર્વ કે ઉત્તર દિશા બાજુ મુખ રાખવાનો આગ્રહ રાખો. આ પૂજા માટે સૂર્યોદય પછી અઢી કલાક અથવા સૂર્યાસ્ત પછી અઢી કલાકનો સમય યોગ્ય છે.

    આ પણ વાંચો : વસંતપંચમીના પર્વમાં ખાસ ખવાય છે કેસરીયા `માલપુઆ’

    જો તમે વિવાહીત છો તો અને સંબંધોમાં સરળતા રાખવા માગો છો, પ્રેમ રાખવા માગો છો તો આજના દિવસે તમારે ભગવતી રતિ અને કામદેવની પૂજા કરવી જોઈએ અને તેમને પીળા ફૂલ ચઢાવવા જોઈએ. આ સાથે સાકરનો પ્રસાદ ધરાવવો.

    આ પ્રાથમિક માહિતી છે, તમે તમારા પંડિતોને અનુસરી શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button