સ્પેશિયલ ફિચર્સ

તમારા ડરને દૂર કરવા માટે આજનો દિવસ છે બેહદ ખાસ

આજે છે વરાહ જયંતિ

જ્યારે જ્યારે આ ધરાતલ પર કોઇ સંકટ આવ્યું છે ત્યારે ત્યારે ભગવાને અવતાર લઇને આ સંકટ દૂર કર્યા છે. ભગવાન વિષ્ણુએ અનેક વખત પૃથ્વી પર અવતાર લીધો છે. એમાંથી તેમનો એક અવતાર વરાહ અવતાર છે.

સત્યયુગ દરમિયાન વરાહ ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર હતા. હિંદુ ધર્મમાં ઘણાં વિવિધ તહેવારો ઉજવવામાં આવે છે અને વરાહ જયંતિ તેમાંથી એક છે. આ દિવસે ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર વરાહની પૂજા કરવામાં આવે છે. દરેક વર્ષે ભાદરવા માસની શુક્લ પક્ષની ત્રીજના રોજ ભગવાન વરાહની જયંતિ ઉજવવામાં આવે છે. એ મુજબ આ વર્ષે વરાહ જયંતિ 17 સપ્ટેમ્બરે ઉજવવામાં આવી રહી છે.

ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુએ પૃથ્વીને બચાવવા માટે વરાહના રૂપમાં અવતાર લીધો હતો. પ્રાચીન સમયમાં જ્યારે હિરણ્યાક્ષ રાક્ષસ પૃથ્વીને સમુદ્રમાં છુપાવી બેઠો હતો. ત્યારે ભગવાન વિષ્ણુ બ્રહ્માના નાકમાંથી વરાહ (ભૂંડ)ના રૂપમાં પ્રગટ થયા હતા. ભગવાન વરાહએ પૃથ્વીને બચાવવા હિરણ્યાક્ષ રાક્ષસનો વધ કર્યો અને પોતાના દાંતનો ઉપયોગ કરીને પૃથ્વીને પાછી સપાટી પર લાવ્યા હતા.


એમ કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરવાથી ભૂત-પ્રેતનો ડર દૂર થાય છે. રાહ જયંતિના શુભ અવસર પર વહેલા ઉઠીને સ્નાન કરો.


ભગવાન વરાહની મૂર્તિને ગંગા જળથી સ્નાન કરાવો. જો ભગવાન વિષ્ણુની મૂર્તિ ન હોય તો ભગવાન વિષ્ણુની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવ્યા પછી તેમને ભોગ ચઢાવો. આ પછી હિરણ્યાક્ષના વધની કથા સાંભળો અને તમારી ક્ષમતા મુજબ દાન કરો. આ વ્રત કરવાથી મનવાંચ્છિત ફળ મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button