ભારતના આ ગામમાં રક્ષાબંધન પર રાખડી નથી બંધાતી, બહેનો કરે છે વિલાપ… | મુંબઈ સમાચાર

ભારતના આ ગામમાં રક્ષાબંધન પર રાખડી નથી બંધાતી, બહેનો કરે છે વિલાપ…

બે દિવસ બાદ એટલે કે 9મી ઓગસ્ટના દેશભરમાં જોરશોરથી રક્ષાબંધનની ઊજવણી કરવામાં આવશે. હિંદુ શાસ્ત્રોમાં રક્ષાબંધનનું એક આગવું મહત્ત્વ હોય છે.

પરંતુ શું તમને ખબર છે કે ભારતના જ એક રાજ્યમાં રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેનના રાખડી નથી બાંધતી, એટલું જ નહીં પણ આ દિવસે અહીં વિલાપ અને દુઃખનો માહોલ હોય છે. આવું થવાનું કારણ ખૂબ જ રંજક છે… ચાલો તમને જણાવીએ ક્યાં આવેલી છે આ જગ્યા અને શું છે આની પાછળની સ્ટોરી-

આપણ વાંચો: રક્ષાબંધનમાં વધ્યો ‘લબુબુ’ ઢીંગલીની રાખડીનો ક્રેઝ, નાના બાળકો તો ઠીક ભાઈ-ભાઈની પણ છે પહેલી પસંદ…

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં આવેલા ગામની વાત થઈ રહી છે. આ ગામમાં દાયકાઓથી રક્ષાબંધનની ઉજવણી નથી કરવામાં આવી અને એનું કારણ છે એક હૃદયદ્રાવક ઘટના. આ પાછળનું કારણ છે આ જ દિવસે અનેક બહેનોએ પોતાના ભાઈને હંમેશ માટે ગુમાવ્યા હતા.

એવું કહેવાય છે કે સહારનપુરના અધ્યાના ગામમાં એક સમયે એક મોટો કિલ્લો હતો અને ત્યાં જમાલ ખાં પઠાણ નામના ક્રૂર શાસકનું રાજ્ય હતું. તેના અત્યાચારથી ગામવાસીઓ એટલા બધા ત્રસ્ત હતા કે તેઓ વિદ્રોહના રહસ્તે નીકળી પડ્યા હતા.

એવું કહેવાય છે કે જમાલ ખાં પઠાણની બહેન દીકરીઓ પર ખરાબ નજર રહેતી હતી. ત્યાં સુધી કે નવવિવાહિત મહિલાના લગ્ન બાહ તેની પહેલી રાતે રાજાના મહેલમાં મોકલવામાં આવતી હતી. જો કોઈ યુવતીના લગ્ન થાય તો લગ્નના એક દિવસ પહેલાં જમાલ ખાંના મહેનલમાં મોકલવામાં આવતી હતી.

આપણ વાંચો: રક્ષાબંધન 2025: 100 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકો માટે રહેશે ખૂબ જ શુભ…

ગામના વડીલોના જણાવ્યા અનુસાર ગ્રામીણોએ તેમના અત્યાચારનો અંત લાવવા માટે એક સાહસિક પગલું ભર્યું. રક્ષાબંધનના દિવસે જ્યાકે જમાલ ખાં પઠાણે શિકાર પર જઈ રહ્યો હતો ત્યારે કેના સેવાદારે તેની બંદૂકને પાણીમાં ફેંકી દીધી અને પહેલાંથી તૈયાર ગ્રામીણોને આ વાતની જાણકારી આપી.

આ જ સમયે ગ્રામીણોએ એક જૂટ થઈને જમાલ ખાંની ગરદન ધડથી અલગ કરીને તેની હત્યા કરી દીધી. જોકે, આ સંઘર્ષમાં ગામના અનેક નવયુવાનોએ જાન ગુમાવવાનો વારો આવ્યો હતો.

આ દિવસ રક્ષાબંધનનો હતો, જ્યારે બહેનોએ ભાઈઓના કાંડે રાખડી તો બાંધી, પણ થોડાક સમય બાદ જ એ ભાઈઓને બહેનોએ ગુમાવી દીધા. બસ, એ દિવસથી લઈને આજ સુધી આ ગામમાં ક્યારેય રક્ષાબંધનની ઉજવણી નથી કરવામાં આવી અને ઈતિહાસના આ કાળા અધ્યાયે અધ્યાના ગામમાં રક્ષાબંધનને ઉત્સવ નહીં પણ શોકનો દિવસ બનાવી દીધો હતો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button