WhatsApp યુઝ કરો છો? તમારી સાથે પણ નથી થયું ને આવું, નહીંતર…
Social Media Platform WhatsAppને લઈને એક મહત્ત્વની માહિતી સામે આવી રહી છે અને આ માહિતી અનુસાર WhatsAppમાં એક મોટું બગ આવી ગયું છે અને એને કારણે યુઝર્સના એકાઉન્ટ એક પછી એક ઝડપથી લોગઆઉટ થઈ રહ્યા છે. ઘણા બધા યુઝર્સે સોશિયલ મીડિયા પર આની ફરિયાદ પણ કરી છે.
ફોન, લેપટોપ કે ડેસ્કટોપ પર WhatsApp એકાઉન્ટ જાતે જ લોગઆઉટ થઈ રહ્યા છે અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ રીતે એકાઉન્ટ લોગઆઉટ થયા બાદ બીજી વખત એકાઉન્ટ લોગઆઉટ કરવા માટે 6 ડિજીટના ઓટીપીની જરૂર પણ નથી પડી રહી, જ્યારે કે એ સૌથી જરૂરી છે.
કોડ વગર વોટ્સએપ એકાઉન્ટમાં લોગઈન નથી કરી શકાતું અને જો આવું થઈ રહ્યું છે યુઝર્સ માટે એકાઉન્ટની સિક્યોરિટી માટે આ સૌથી મોટું જોખમ છે. લોગઆઉટ થયા બાદ યુઝર્સના સિક્યોરિટી કોડ પણ ચેન્જ થઈ રહ્યા છે અને આ સમસ્યા એન્ડ્રોઈડ, આઈઓએસ અને વેબ એમ ત્રણેય યુઝર્સને સમસ્યા સતાવી રહી છે.
વોટ્સએપે આ બગને લઈને હજી સુધી કોઈ ઓફિશિયલી સ્ટેટમેન્ટ નથી આપ્યું પણ એના સપોર્ટ પેજ પર આપવામાં આવેલી માહિતી અનુસાર જો વોટ્સએપને એવું લાગે છે કે આ કોઈ સિક્યોરિટી ઈશ્યુ છે તો તે એકાઉન્ટને ઓટોમેટિક લોગઆઉટ કરી શકે છે, જોકે, આ કામ વોટ્સએપ ખાલી લિંક ડિવાઈસની સાથે કરે છે, પ્રાઈમરી ડિવાઈઝની સાથે નહીં. આવી પરિસ્થિતિમાં આને માત્ર એક બગ માનવામાં આવી રહ્યું છે અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ એ બીટા ટેસ્ટિંગનો હિસ્સો છે જે વોટ્સએપ કરી રહ્યું છે. વાત જાણે એમ છે કે વોટ્સએપમાં પણ ટેલિગ્રામની જેમ જ લોગઆઉટ થવાનું ફીચર આવી રહ્યું છે.
તમે પણ જો તમારા એકાઉન્ટને સિક્યોર કરવા માંગો છો તો તમારે આ કામ પહેલાં કરી લેવા જોઈએ-
હાલ તો ઓટોમેટિક લોગઆઉટની સમસ્યાના સમાધાનનો કોઈ ઉપાય તો નથી, પણ તમે એકાઉન્ટની સિક્યોરિટી માટે કેટલાક પગલાં લઈ શકો છો… આ માટે તમારે તમારા વોટ્સએપના ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનને ઓન કરવું પડશે અને એનો ફાયદો એ થશે કે તમે કોડ વિના એકાઉન્ટ લોગ ઈન નહીં કરી શકો.
વોટ્સએપમાં આ રીતે ઓન કરો ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન-
સૌથી પહેલાં વોટ્સએપની સેટિંગમાં જાવ
હવે એકાઉન્ટના ઓપ્શન પર ક્લિક કરો
તમારી સામે ટુ સ્ટેપ વેરિફિકેશનનું ઓપ્શન દેખાશે
આ ઓપ્શન પર ક્લિક કરો અને એને ઓન કરો
હવે અહીં તમારી પાસેથી છ ડિજિટનું પિન માંગવામાં આવશે
વારંવાર લોગઈન કરવા માટે પણ આ પીનનો ઉપયોગ કરી શકાશે, એટલે એને યાદ રાખો