શું તમે પણ બીજાનું ચાર્જર માંગીને મોબાઈલ ચાર્જ કરો છો? પહેલાં આ વાંચી લો…

આજકાલ દરેક વ્યક્તિ સ્માર્ટ ફોન યુઝ કરે છે અને મોબાઈલ ફોનની બેટરી ચાર્જ કરવા માટે ચાર્જર યુઝ કરવું પડે છે. ઘણી વખત એવું બને છે કે આપણે ચાર્જર સાથે લઈ જવાનું ભૂલી જઈએ છીએ આવી સ્થિતિમાં આપણે બીજા પાસે ચાર્જર માંગીને પોતાનું કામ ચલાવી લઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે તમારી આ આદત તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે? ચાલો તમને જણાવીએ આ પાછળની સ્ટોરી…
સાઈબર એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર અજાણ્યા લોકો પાસેથી ચાર્જર માંગીને મોબાઈલ ફોન ચાર્જ કરવું તમારા ફોન અને લેપટોપ માટે જોખમી સાબિત થાય છે. કોઈ પાસેથી ચાર્જર લેવું આપણને ખૂબ જ સામાન્ય વાત લાગે છે, પણ હકીકતમાં એવું નથી. અનેક વખત આવા સ્કેમર્સ ચાર્જરમાં હેકિંગ ડિવાઈસ લગાવવામાં આવ્યા હોઈ શકે છે, જેને કારણે તમારો ફોન કે લેપટોપનો ડેટા ચોરી થઈ શકે છે.
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર અજાણ્યા કેબલ ચાર્જિંગનો ઉપયોગ કરવો જોખમી સાબિત થઈ શકે છે. ઈન્સ્ટાગ્રામ પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે એક નોર્મલ દેખાતો કેબલ કે જેની મદદથી મોબાઈલ ફોન ચાર્જ કરી શકે છે, પણ એ તે તેમના કોમ્પ્યુટરને કન્ટ્રોલ કરવામાં પણ સક્ષમ હતો.
આ રીતે બીજાનું ચાર્જર યુઝ કરવાથી તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાંથી ડેટા લીક થવાનું જોખમ વધી જાય છે. આ કેબલ્સ જોવામાં તો એકદમ સામાન્ય લાગે છે, પરંતુ કેબલ્સ હેકર્સને તમારું ડિવાઈસ કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. હેકર્સ તમારા મોબાઈલ ફોનની પર્સનલ ડિટેઈલ્સ, પાસવર્ડ, ફોટો, બેંકિંગ ડિટેઈલ્સ વગેરે ચોરી કરી શકે છે. આ જ કારણે હંમેશા પોતાનું કેબલ ચાર્જર યુઝ કરો.
આવા કોઈ પણ જોખમથી બચવા માટે એક્સપર્ટ્સ ડેટા બ્લોકરને યુઝ કરવાની સલાહ આપે છે. આ એક નાનકડું ડિવાઈસ છે, જે તમારા ડિવાઈસ અને કેબલ વચ્ચે દિવાલની જેમ કામ કરે છે. આ ડિવાઈસ ડેટાને ટ્રાન્સફર થતો રોકે છે અને હેકર્સને તમારા ફોન કે ડિવાઈસથી દૂર રાખે છે. પરંતુ હવે આ ડેટા બ્લોકર પણ ખાસ એટલા સુરક્ષિત રહ્યા નથી, એટલે એનાથી પણ સાવધ રહો. બીજી મહત્વની વાત એટલે કે આજકાલ બજારમાં નકલી ડેટા બ્લોકર સરળતાથી મળી જાય છે. વાત કરીએ કે કયુ ડેટા બ્લોકર નકલી છે એ ઓળખવાની તો તમારી જાણ માટે કે નકલી ડેટા બ્લોકરમાં ચાર- પિન હોય છે, જે જોખમની નિશાની છે અને આવા ચાર્જિંગ કેબલ યુઝ કરવાથી ખાસ બચવું જોઈએ.
આ ઉપરાંત એક્સપર્ટ્સ એરપોર્ટ, હોટેલ કે શોપિંગ મોલ કે કોઈ પણ જાહેર સ્થળોએ ચાર્જિંગ પોઈન્ટ યુઝ કરવાનું ટાળો. હેકર્સ આ પોર્ટમાં જૂસ જેકિંગનો યુઝ કરે છે અને એને કારણે તમારો ડેટા ચોરી થઈ શકે છે. આવી સ્થિતિમાં પબ્લિક ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
છે ને એકદમ શોકિંગ બટ કામની માહિતી? આ માહિતી તમારા મિત્ર અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમને પણ આ જોખમથી અવગત કરાવો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.