એટીએમ કાર્ડનો ઉપયોગ કરો છો? આ રીતે બચો સ્કેમનો ભોગ બનતા…
જમાનો ડિજિટલ છે અને આપણે આપણા રોજબરોજના જીવનમાં જાત જાતના ટ્રાન્ઝેક્શન માટે પણ ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. ડિજિટાઈઝેશન વધવાની સાથે સાથે સાઈબર ક્રાઈમમાં પણ ઉછાળો જોવા મળે છે. જો તમે નાની એવી બેદરકારીપણ દાખવશો તો તમારું એકાઉન્ટ ખાલી થઈ જશે અને તમે સાઈબર ફ્રોડનો ભોગ બની જાવ છે. આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી જ ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેને કારણે તમે સાઈબર ક્રિમીનલ્સથી બચી શકો છો.
મુંબઈ પોલીસના એક અધિકારીએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે એટીએમ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનું ક્લોનિંગ કરવા માટે સૌથી મહત્ત્વનું સાધન સ્કિમર છે. આ સ્કિમરને સ્વાઇપ મશીન કે પછી એટીએમમાં ફીટ કરવામાં આવે છે. હવે જ્યારે પણ કોઈ જગ્યાએ કાર્ડ સ્વાઈપ કરવામાં આવે છે કે એટીએમ મશીનમાં એનો ઉપયોગ કરવામાં આવે છે તો બધી ડિટેઈલ્સ આ સ્કિમરમાં કોપી થઇ જાય છે. ત્યાર બાદ સાઈબર ક્રિમીનલ્સ કાર્ડની તમામ વિગતો કોમ્પ્યુટર અથવા અન્ય માધ્યમથી મેળવી લેશે અને તેને નવા કાર્ડમાં ફીડ કરીને, કાર્ડ ક્લોન કરે છે.
આ નવા ક્લોન કરેલાં કાર્ડથી દેશ-વિદેશમાં પણ પૈસા ઉપાડવામાં આવે છે. સ્કિમર્સ ક્રેડિટ કાર્ડની માહિતી જેમ કે ચુંબકીય સ્ટ્રીપ્સમાંથી નંબર, પિન, સીવીવી ડેટા વાંચે છે અને તેને પોઇન્ટ-ઓફ-સેલ (પીઓએસ) ટર્મિનલ અથવા એટીએમ જેવા હાર્ડવેર સાથે જોડી શકાય છે, જેનાથી તેઓ તે હાર્ડવેરનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ પાસેથી માહિતી ચોરી શકે છે. થોડી સાવધાની આનાથી બચી શકાય છે. આવો જોઈએ કઈ છે આ ટિપ્સ…
એટીએમમાં કાર્ડનો ઉપયોગ કરતાં પહેલાં શું ધ્યાન રાખશો?
- એટીએમ પર જાઓ, મશીનના કાર્ડ સ્લોટનું બારીકાઈથી નિરીત્રણ કરો.
- જો તે ઢીલું અથવા તૂટેલું હોય, તો તેમાં કાર્ડ નાખશો નહીં.
- જો સ્લોટની નજીકની લીલી લાઈટ પ્રકાશતી નથી, તો કંઈક ખોટું છે.
- જ્યારે પણ તમે પાસવર્ડ દાખલ કરો છો, ત્યારે તમારા હાથથી કીપેડને ઢાંકી દો. છેતરપિંડીનો ભોગ બનો તો આટલું અવશ્ય કરશો
- ત્રણ દિવસમાં બેંકમાં ફરિયાદ દાખલ કરો.
- એકવાર બેંકની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, તમારા પૈસા તમારા ખાતામાં ૯૦ દિવસની અંદર પરત કરવામાં આવશે.
- છેતરપિંડીના કિસ્સામાં, પોલીસ સ્ટેશન પર જાઓ અને એફઆઈઆર નોંધાવો.
- જો ખાતામાં કોઈ ગડબડ થઇ હોય, તો બેંકને ફોન કરો અને કાર્ડ બ્લોક કરાવી લો.