સ્પેશિયલ ફિચર્સ

WhatsApp પર User’sને મળશે નવું Feature, જેની મદદથી Spam calls, Messageને…

Social Media Platform What’sAppને લઈને એક મહત્ત્વની માહિતી સામે આવી રહી છે અને આ માહિતી જાણી લેવી તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. WhatsAppમાં એક નવું ફીચર એડ કરવામાં આવ્યું છે અને આ નવા ફીચરની મદદથી યુઝર ફોનની સ્ક્રીન લોક હશે તો પણ વોટ્સએપ પર આવી રહેલાં Spam Callsને બ્લોક કરી શકશે. આનો અર્થ એવો થયો કે આ કોલ્સને બ્લોક કરવા માટે યુઝરે એપમાં જવાની જરૂર નહીં રહે.

આપણામાંથી ઘણા લોકોએ આ સમસ્યાનો સામનો કર્યો હશે કે જેઓ વોટ્સએપ સ્પેમ મેસેજ અને કોલ્સથી પરેશાન થઈ ઉઠ્યા હશે. પરંતુ હવે WhatsAppનું આ નવું ફીચર યુઝર્સને રાહત આપવા જઈ રહ્યું છે. આવો જોઈએ કઈ રીતે તમે એને વોટ્સએપમાં એક્ટિવ કરી શકો છો એ-

વોટ્સએપનું આ નવું ફીચર યુઝર્સને સ્પેમ મેસેજ અને બ્લોક કરવાની સુવિધા પૂરી પાડે છે અને આમાં ન તો ડિવાઈસ અનલોક કરવું પડશે કે ન તો એપમાં જઈને તેને બ્લોક કરવું પડશે. જ્યારે પણ કોઈ સ્પેમ મેસેજ નોટિફિકેશન લોક સ્ક્રીન પર દેખાશે તો યુઝરે એ નોટિફિકેશનને લોન્ગ પ્રેસ કરવું પડશે. આવું કરતાં જ યુઝર સામે ઘમા બધા ઓપ્શન ખુલી જશે, અને એમાંથી જ એક છે બ્લોકનું. બ્લોક કર્યા બાદ મેસેજિંગ એપમાં એક બીજું ઓપ્શન પણ યુઝરને મળશે કે જે બ્લોક કરવામાં આવેલા નંબરને રિપોર્ટ કરવાનો વિકલ્પ પણ આપે છે.

જોકે, વોટ્સએપ પર અત્યારે પણ કોઈ અજાણ્યા નંબર પરથી કોલ કે મેસેજ આવે છે તો તેને કોન્ટેક્ટ લિસ્ટમાં એડ કરવા, બ્લોક કરવાનો કે રિપોર્ટ કરવાનો એમ ત્રણ ઓપ્શન આપવામાં આવે છે. આ સિવાય પણ અમે તમને એક બીજી રીત જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે કોઈ પણ કોન્ટેક્ટને બ્લોક કરી શકો છો. આ માટે તમારે સેટિંગમાં જઈને પ્રાઈવસીમાં બ્લોક કોન્ટેક્ટને સિલેક્ટ કરીને એડ કરવાનું રહેશે. અહીં તમે તમને જે પણ કોન્ટેક્ટને બ્લોક કરવાનું છે એને સિલેક્ટ કરીને બ્લોક કરો.

વોટ્સએપ પર ટૂંક સમયમાં એક એવો ફીચર પણ આપવામાં આવ્યો છે કે જેનાથી બીજા પ્લેટફોર્મ પર પણ મેસેજ કરી શકાશે. ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો જો તમને વોટ્સએપ પરથી મેસેજ કરવા માંગે છે તો વોટ્સએપ પર પણ એ મેસેજ રિસીવ કરી શકાશે અને આ માટે ટૂંક સમયમાં એપમાં થર્ડ પાર્ટી ચેટ્સનું સેક્શન આપવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button