આંખની રોશની તેજ કરવા માટે આ સુપરફૂડ્સનો રોજ કરો ઉપયોગઃ જૂઓ ચમત્કાર | મુંબઈ સમાચાર

આંખની રોશની તેજ કરવા માટે આ સુપરફૂડ્સનો રોજ કરો ઉપયોગઃ જૂઓ ચમત્કાર

આંખને શરીરનું રતન કહેવામાં આવે છે. દુનિયાને જોવા માટે જે સૌથી વધારે જરૂરી છે તે આંખની રોશની જો ઝાંખી પડી જાય તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે તેમ છે. આજના સમયમાં સ્ક્રીનટાઈમ વધી ગયો હોવાથી નાના બાળકથી લઈ સૌ કોઈને આંખની નાની-મોટી સમસ્યાઓ નડી રહી છે. આવી સમસ્યાઓ તમને ન નડે તે માટે તમારે તમારા રોજબરોજના ખાનપાનમાં એવી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે જે આંખોની રોશની તેજ કરવામાં તમને મદદ કરે છે.

આંખો માટે વિટામિન એ જરૂરી છે. ગાજર તમારી આંખો માટે ઉત્તમ છે. તેમાં બીટા-કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે એક પ્રકારનું વિટામિન A છે જે તમારી આંખોની દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે.

પાલક સહિતના પત્તાવાળા શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે. લ્યુટીન અને ઝેક્સાન્થિન આ તમારી આંખોને આકરા સૂર્યપ્રકાશથી થતા નુકસાનથી બચાવે છે અને મોતિયા અને મેક્યુલર ડિજનરેશન (AMD) જેવા આંખના રોગોનું જોખમ ઘટાડી શકે છે. મોટી ઉંમરે આંખની રોશની વધારે તકલીફ ન આપે તે માટે અત્યારથી જ આ લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું શરૂ કરી દો.

નારંગી, લીંબુ, દ્રાક્ષ અને સ્ટ્રોબેરી અને બ્લુબેરી જેવા બેરીઝ વિટામિન સીથી ભરપૂર હોય છે, જે આંખોમાં નાની રક્તવાહિનીઓને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

કઠોળ અને આખા અનાજ જેમ કે ઓટ્સ અને બ્રાઉન રાઇસ ઝીંક અને ફાઇબરના સારા સ્ત્રોત છે. આંખોને વિટામિન Aનો ઉપયોગ કરવામાં અને તમારા રેટિનાને સ્વસ્થ રાખવા માટે ઝીંક મહત્વપૂર્ણ છે.

બદામ, અખરોટ, ચિયા સીડ અને સૂર્યમુખીના બીજ વિટામિન ઇ અને સ્વસ્થ ચરબીથી ભરપૂર હોય છે. આ તમારી આંખોનની રોશની તેજ કરવામાં મદદ કરે છે.

જો તમે એકદમ સાકાહારી લાઈફસ્ટાઈલ ન અપનાવતા હો તો તમ ઈંડા રોજના આહારમાં લેવાનું રાખો. ઈંડામાં આંખો માટે ફાયદાકારક છે અને તેમાં ઘણા પોષક તત્વો હોય છે. ઈંડામાં વિટામિન A, લ્યુટીન, ઝેક્સાન્થિન અને ઝીંક ભરપૂર માત્રામાં હોય છે. ઝીંક શરીરને વિટામિન Aનો ઉપયોગ કરવામાં મદદ કરે છે અને અન્ય પોષક તત્વો રેટિનાને સુરક્ષિત રાખવામાં અને તમારી દ્રષ્ટિને સાફ રાખવામાં મદદ કરે છે.

સૅલ્મોન, સારડીન અને ટુના જેવી માછલીઓ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. ઓમેગા-3 સૂકી આંખો ઘટાડવામાં મદદ કરે છે અને AMD નું જોખમ ઘટાડી શકે છે. જો તમે માંસાહારી હો તો માછલીનું સેવન કરી શકો.

આપણ વાંચો:  તરબૂચની સાથે તેની છાલ પણ છે કામની, જાણી લેશો તો ફેંકવાનું ભૂલી જશો…

વિશેષ નોંધઃ આ માહિતી પ્રાથમિક સંશોધનોને આધારે છે. તમે તમારા તબીબી નિષ્ણાતની સલાહને અનુસરજો.

સંબંધિત લેખો

Back to top button