ખોટા એકાઉન્ટમાં થયું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન? પૈસા પાછા મેળવવા શું કહે છે RBI ની ગાઈડલાઈન…

ડિજિટલ બેંકિંગના જમાનામાં બેકિંગ અને પૈસાની લેવડ-દેવડ ખૂબ જ સરળ બની ગઈ છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે કોઈને પૈસા આપવાના હોય ત્યારે તો ખાસ. પૈસા મોકલવા હોય તે મંગાવવા હોય યુપીઆઈ દ્વારા આ કામ ચપટી વગાડતામાં થઈ જાય છે. પરંતુ આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને કારણે જ કેટલીક વખત મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવે છે.
Also read : નથી ચાલતો 50 પૈસાનો સિક્કો? જાણો શું કહે છે RBIનો નિયમ…
ઉતાવળમાં એકના બદલે બીજીના ખાતામાં પૈસા જતાં રહે છે. આવી સ્થિતિમાં શું કરવું જોઈએ એ વિશે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. આવો જોઈએ શું કહે છે આરબીઆઈના નિયમો-
જ્યારે પણ તમે કોઈને પૈસા ટ્રાન્સફર કરો છો તો તમને બેંક દ્વારા એસએમએસ કે ઈમેલ મોકલવામાં આવે છે.
આ ઈમેલ અને મેસેજ ધ્યાનથી જોવા જોઈએ જેને કારણે તમને તરત જ ખ્યાલ આવે છે કે પૈસા ખોટી જગ્યાએ જતાં રહ્યા છે. જો તમને ખ્યાલ આવે કે તમારાથી ખોટું ટ્રાન્ઝેક્શન થયું છે તો તમારે તરત જ એની જાણ બેંકને કરવી જોઈએ.
તમે બેંકના કસ્ટમર કેયરમાં પણ ફોન કરી શકો છો. આ ટ્રાન્ઝેક્શનની તમામ માહિતી બેંક ઈમેલ પર માંગી શકે છે, એટલે તમે ઈમેલમાં તમામ અટેચમેન્ટ્સ, ટ્રાન્ઝેક્શન નંબર, એમાઉન્ટ, કયા એકાઉન્ટથી પૈસા કપાયા છે, કયા એકાઉન્ટમાં પૈસા જતા રહ્યા છે, ટ્રાન્ઝેક્શનની ડેટ વગેરેની માહિતી લખીને મોકલવી પડશે.
ઘણી વખત એવું પણ બને છે આઈએફએસસી કોડ ખોટો નખાઈ જાય છે કે જે બેંક એકાઉન્ટ તમે એડ કરો છો તે એક્ઝિસ્ટ જ નથી કરતું. આવા કેસમાં પણ તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. જોકે, ઘણી વખત ખાતામાં પૈસા કપાઈ જાય, પણ પૈસા પાછા પણ જાતે જ આવી જતા હોય છે. જો પૈસા પાછા નથી આવતા તો તમે બેંકની બ્રાન્ચમાં જઈને મેનેજરને આ બાબતે ફરિયાદ કરી શકો છો. જો સેમ બ્રાન્ચનું ડિસ્પ્યુટ હશે તો પૈસા તરત જ પાછા આવી જશે.
આ બાબતે આરબીઆઈ આ સમસ્યાનું એક સમાધાન કાઢવામાં આવ્યું છે. જ્યારે તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો કે કોઈને પૈસા મોકલાવો છો તો ખાતામાંથી પૈસા કપાયા બાદ આવતા મેસેજમાં એ પૂછવામાં આવે કે શું તમે ભૂલથી પૈસા કોઈના બીજાના એકાઉન્ટમાં તો ટ્રાન્સફર નથી કર્યા ને? એટલું જ નહીં પણ આ મેસેજમાં કોઈ એવા નંબર કે ઈમેલ પણ આપવા જોઈએ જેથી જો ટ્રાન્ઝેક્શન ખોટા એકાઉન્ટમાં થયું હોય તો કસ્ટમર એના પર તરત જ એની ફરિયાદ કરી શકે. આ ઉપાય ભૂલથી થયેલાં ટ્રાન્ઝેક્શનના પૈસા મેળવવાનો સૌથી સરળ ઉપાય છે.
Also read : તમે પણ પાણી પીધા પછી રેલવે ટ્રેક પર ફેંકી દે છો વોટર બોટલ? જોઈ લો શું થાય છે પછી…
જો તમારાથી પણ આ રીતે ખોટું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયું છે તો આરબીઆઈ અને બેંકના રૂલ્સ વિશેની આ માહિતી ચોક્કસ જ કામની સાબિત થશે. તમારા મિત્રો અને પરિવારના અન્ય સભ્યો સાથે પણ આ માહિતી શેર કરો જેથી તેમના જનરલ નોલેજમાં પણ વધારો થાય. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…