UPI Payment ફેલ થયું, એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા, આ રીતે પાછા મેળવો પૈસા…

જમાનો ડિજિટલ છે અને રસ્તે બેસનારા ફેરિયાઓથી લઈને મોટા મોટા એસી શોરૂમના માલિકો પણ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત આ ડિજિટલ પેમેન્ટ કામ સહેલું કરવાને બદલે વધારે અઘરું કરી નાખે છે અને એનું તાજું જ ઉદાહરણ શનિવારે જોવા મળ્યું. અચાનક બપોરના સમયે યુપીઆઈ આઉટેજ થયું અને સેંકડો લોકો એને કારણે મુશ્કેલીમાં મૂકાયા. આ જ કારણે આજે આપણે વાત કરીશું કે જ્યારે ભવિષ્યમાં ફરી વખત આવું થાય ત્યારે શું તકેદારી રાખવા જેવી છે-
જો તમે કોઈ જગ્યાએ યુપીઆઈ પેમેન્ટ કરી રહ્યા છો અને એ જ સમયે કોઈ કારણ અનુસાર તમારું યુપીઆઈ પેમેન્ટ ફેલ જાય છે તો તમારે શું પહલેાં લેવા જોઈએ અને કઈ રીતે તમે પોતાના પૈસા પાછા મેળવી શકો છો એ વિશે આજે અઆપણે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ. વાત જાણે એમ છે કે યુપીઆઈ સર્વિસ ડાઉન હોવાને કારણે જો તમારું પેમેન્ટ ફેલ થઈ જાય છે અને સામેવાળાના એકાઉન્ટમાં પૈસા નથી જતાં, પણ તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે તો આવી સ્થિતિમાં તમારે સૌથી પહેલાં તમારી બેંકનો સંપર્ક સાધવો જોઈએ.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા યુપીઆઈ ડેવલપ કરવામાં આવ્યું છે અને એનપીસીઆઈએ પોતાના પેજ પર જણાવ્યું છે કે જો યુપીઆઈ પેમેન્ટ કરતી વખતે તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે પણ સામેવાળાને પેમેન્ટ રિસીવ નથી થતું તો બેંકને કોન્ટેક્ટ કરીને ટ્રાન્ઝેકશન અંગેની માહિતી આપો. જોકે, આ સમયે તમારે કોઈ સાથે પણ ઓટીપી વગેરે શેર ના કરવા જોઈએ. કોલ કરવા માટે હંમેશા બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર આપેલા નંબર પર જ કોન્ટેક્ટ કરો અને ત્યાં તમે તમારા અટવાઈ ગયેલાં પૈસા પાછા મેળવવા માટેની રિક્વેસ્ટ કરી શકો છો.
ભારતમાં યુપીઆઈ એક પોપ્યુલર સર્વિસ છે, જેની મદદથી યુઝર્સ ચાયની દુકાનથી લઈને રેલવે ટિકિટ સુધીની તમામ સુવિધાઓ માટે પેમેન્ટ કરી શકો છો. આવી પરિસ્થિતીમાં જ્યારે યુપીઆઈ ઠપ્પ થઈ જાય છે ત્યારે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે બપોરે યુપીઆઈ આઉટેજ થયા બાગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આને લઈને હજારો લોકોએ ફરિયાદ કરી હતી. ઈલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર યુપીઆઈડાઉન હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.
આપણ વાંચો: તમને ખબર છે ? ગુજરાતનો દરિયા કિનારો આટલી ડોલ્ફિનનું ઘર છે