Propose day પર ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનું ભારી પડ્યું આ ભાઈસા’બને, થયું કંઈક એવું કે…
અત્યારે સરસમજાનું વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે અને આજે પ્રેમલા-પ્રેમલીઓ એકબીજાને પ્રપોઝ કરીને Purpose Day ઉજવે છે. પરંતુ સોશિયલ મીડિયા પર પ્રપોઝ ડેનો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને વીડિયોની શરૂઆત તો સરસ રીતે એકદમ રોમેન્ટિક ફિલ્મની જેમ થાય છે, પણ બીજી જ પળે કંઈક એવું થાય છે કે જે જોઈને બધા ચોંકી ઉઠે છે. આ વીડિયો જોઈને નેટિઝન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવો જોઈએ શું છે આ વીડિયોમાં…
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં દર્શકોથી ભરપૂર સ્ટેડિયમમાં એક વ્યક્તિ ઘૂંટણિયે બેસીને પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરે છે. આ જોઈને છોકરી પહેલાં તો ખુશ થઈ જાય છે, પણ પછી તેના બોયફ્રેન્ડને લાફો મારી દીધો હતો.
હવે તમે તમારા મગજના ઘોડા વધારે દોડાવો એ પહેલાં તમને જણાવી દઈએ કે આવું એટલા માટે થયું કારણ કે બોયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડને કેન્ડીની અંગૂઠી આપીને પ્રપોઝ કર્યું હતું. બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડને અલગ રીતે પ્રપોઝ કરવા માંગતો પણ એણે સપનામાં ય નહીં વિચાર્યું હોય કે આ કેન્ડીની અંગૂઠી જોઈને તેની ગર્લફ્રેન્ડ ભડકી જશે અને તેને લાફો મારી દેશે,
ગર્લફ્રેન્ડના આ વર્તનને જોઈને સોશિયલ મીડિયા પર એક અલગ જ વિવાદ છેડાઈ પડ્યો છે. નેટિઝન્સ યુવતીના આવા બિહેવિયરને લઈને તેને ગોલ્ડ ડિગર કરી રહ્યા છે તો કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે સારું થયું કે લગ્ન પહેલાં જ છોકરીની અસલિયત સામે આવી ગઈ, બાકી છોકરો આખી જિંદગી પરેશાન થઈ જાત.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જેવી છોકરીની નજર પ્રપોઝલ રિંગ પર પડે છે એટલે તરત જ તેના હાવભાવ બદલાઈ જાય છે અને તરત જ તે પોતાના બોયફ્રેન્ડને લાફો મારી દે છે. ત્યાં હાજર લોકોએ પણ વિચાર્યું નહીં હોય તે તેઓ એક દિલને સ્પર્શી જનારા મોમેન્ટના સાક્ષી બનવા જઈ રહ્યા છે એ આવું નાટકીય વળાંક લઈ લેશે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર @NoCapFights નામની આઈડી પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે પોણા બે કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે અને હજારો લોકોએ તેના પર કમેન્ટ્સ પણ કરી છે. આજે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.