સ્પેશિયલ ફિચર્સ

આ અનોખા Blood Group વિશે સાંભળ્યું છે? સપનાની નગરી મુંબઈ સાથે છે ખાસ કનેક્શન…

અત્યાર સુધી તમે બધાના મોઢે A, B, AB અને O બ્લડ ગ્રુપ વિશે સાંભળ્યું હશે. આ ખૂબ જ સામાન્ય બ્લડ ગ્રુપ છે. પરંતુ શું તમને ખબર છે કે આના સિવાય પણ એક દુર્લભ બ્લડગ્રુપ છે? જી હા, આ હકીકત છે અને આ દુર્લભ બ્લડ ગ્રુપ વિશે ખૂબ જ ઓછા લોકોને માહિતી હોય છે. ચાલો આજે અમે તમને આ અનોખા બ્લડ ગ્રુપ વિશે માહિતી આપીએ. આ દુર્લભ બ્લડ ગ્રુપનો સંબંધ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ સાથે છે.

અમે જે બ્લડ ગ્રુપની વાત કરી રહ્યા છીએ એ બ્લડ ગ્રુપ છે બોમ્બે બ્લડ ગ્રુપ. આ અનોખા બ્લડ ગ્રુપની શોધ 1952માં ડો. વાય. એમ. ભેંડે દ્વારા કરવામાં આવી હતી. આ બ્લડ ગ્રુપની શોધ એ સમયના બોમ્બેમાં કરવામાં આવી હતી એટલે તેને બોમ્બે બ્લડ ગ્રુપ એવું નામ આપવામાં આવ્યું હતું. આ બ્લડ ગ્રુપને hh તરીકે પણ ઓળખવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે બોમ્બેમાં શોધાયેલું આ બ્લડ ગ્રુપના સૌથી વધુ લોકો દક્ષિણ એશિયામાં જોવા મળે છે.

આ બ્લડ ગ્રુપ કેમ બાકીના બ્લડ ગ્રુપ કરતાં અલગ છે એ વિશે વાત કરીએ તો આ ગ્રુપના લોહીમાં રેડ બ્લડ સેલ્સની સપાટીમાં એ અને બી એન્ટીજેન નથી જોવા મળતા. આ ઉપરાંત આ બ્લડ ગ્રુપમાં શુગર મોલિક્યુલ્સ નથી જોવા મળતા. જોકે, ગ્રુપના લોહીના પ્લાઝ્મામાં A, B અને H એન્ટીબોડી જોવા મળે છે.જેને કારણે આ બ્લડ ગ્રુપને ABO તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બ્લડ ગ્રુપ દુનિયાની કુલ વસતીમાંથી 0.0004 ટકા લોકોમાં જ જોવા મળે છે જેને કારણે તેને રેર બ્લડ ગ્રુપ કહેવામાં આવે છે.

અગાઉ જણાવ્યું એમ આ લોહીમાં H એન્ટીજેન નથી જોવા મળતું પણ તેમાં H એન્ટીબોડી હાજર હોય છે. દુર્લભ હોવા છતાં પણ આ બ્લડ ગ્રુપના લોકો તમારી મારી જેમ એક નોર્મલ લાઈફ જ જીવે છે. પરંતુ આ બ્લડ ગ્રુપના લોકોને એ સમયે સમસ્યામાં મુકાઈ જાય છે જ્યારે તેમને લોહી ચઢાવવાની નોબત આવે છે. આ બ્લડ ગ્રુપમાં O બ્લડ ગ્રુપની સમાનતાઓ હોવા છતાં પણ તેમને O બ્લડ ગ્રુપનું લોહી નથી ચઢાવવામાં આવતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button