આધાર કાર્ડધારકો માટે Good News: હવે ઘરે બેઠા કરો આધાર સંબંધિત તમામ કામ, UIDAIની મહત્ત્વની જાહેરાત… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

આધાર કાર્ડધારકો માટે Good News: હવે ઘરે બેઠા કરો આધાર સંબંધિત તમામ કામ, UIDAIની મહત્ત્વની જાહેરાત…

ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડએ મહત્ત્વનો પૂરાવો છે અને હવે આ આધાર કાર્ડને લઈને જ ભારત સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં સરકારે આધારકાર્ડ હોલ્ડર્સ માટે એક એપ્લિકેશન લોન્ચ કરવાની વાત કરે છે. આ એપ યુનિક આઈન્ડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. યુઝર્સ આ એપ આવ્યા બાદ આધાર સંબંધિત અનેક સુવિધાઓનો લાભ પોતાના સ્માર્ટફોન પરથી જ ઉઠાવી શકશે. આવો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી…

રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર યુઆઈડીએઆઈ દ્વારા આ એપ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. મજાની વાત તો એ છે કે આ એક વખત આ એપ લોન્ચ થઈ જશે ત્યાર બાદ કાર્ડ હોલ્ડરને વારંવાર આધાર સેવા કેન્દ્ર જવાની જરૂર નહીં રહે.

આ એપનું નામ છે ઈ-આધાર (e- Aadhaar). વાત જાણે એમ છે કે આ ઈ આધાર બીજું કંઈ નહીં પણ ડિજિટલ રૂપમાં આધાર કાર્ડ છે, જેને આધાર નંબર અને ઓટીપી વેરિફિકેનથી ડાઉનલોડ કરી શકાય છે. જોકે, આ નવી મોબાઈલ એપ આ પ્રોસેસને વધારે સરળ બનાવી દેશે. આઓલ ન્યુ એપ્લિકેશનની મદદથી આધાર કાર્ડ હોલ્ડર્સપોતાનું નામ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ સહિતની અનેક માહિતી ઘરે બેઠા જ કરેક્ટ કરી શકશે.

રિપોર્ટ્સ અનુસાર આ એપમાં એઆઈ અને ફેસ આઈડી ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે અને તેનાથી એક સેફ ઈન્ટરફેસ મળશે. સરળ આધાર અપડેટનું ઓપ્શન પણ મળશે. એવું કહેવાઈ રહ્યું છે કે નવેમ્બરથી માત્ર બાયોમેટ્રિક અપડેટ એટલે કે ફિંગરપ્રિન્ટ અને આઈ સ્કેન માટે જ આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે. એપને કારણે પ્રોસેસ પેપરલેસ બનશે અને ફ્રોડ થવાની ઘટનાઓમાં પણ ઘટાડો જોવા મળશે.

યુઆઈડીએઆઈની યોજના છે કે આ એપ સીધા સરકારી સોર્સથી યુઝર્સનો ડેટા ઓટોમેટિકલી ફેચ કરે. જેમાં બર્થ સર્ટિફિકેટ, પેન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, રેશન કાર્ડ, મનરેગાથી સંકળાયેલા ડોક્યુમેન્ટ્સ અને ઈલેક્ટ્રિસિટી બિલ્સ જેવી ડિટેઈલ્સનો સમાવેશ થાય છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો…હવે WhatsApp પર જ એક મિનિટમાં ડાઉનલોડ કરી શકશો આધાર કાર્ડ, જાણી લો સિમ્પલ પ્રોસેસ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button