મેટ્રોમાં અંગ્રેજીમાં બાખડી પડી બે મહિલાઓ, વીડિયો થયો વાઈરલ…
નવી દિલ્હીઃ આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જ જઈ રહ્યો છે અને દર રોજ સોશિયલ મીડિયા પર એકથી એક ચઢિયાતા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે અને આ વીડિયોમાં ઘણી વખત ઉટપટાંગ ડાન્સ હોય છે કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં થઈ રહેલાં ઝઘડા હોય. આજે અમે અહીં આવા જ એક વીડિયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયો દેશની રાજધાની દિલ્હીની મેટ્રો ટ્રેનનો છે અને આ વીડિયોમાં પણ બે મહિલાઓ એકબીજા સાથે ભીડી ગઈ હતી અને મજાની વાત તો એ છે કે આ ઝઘડો સાવ વાહિયાત કહી શકાય એવી ભાષા નહીં પણ સભ્ય રીતે અંગ્રેજીમાં થઈ રહ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા તેની સાથે પ્રવાસ કરી રહેલી બીજી મહિલા પ્રવાસીને અંગ્રેજીમાં એવું કહેતાં સાંભળવા મળી રહી છે કે your elbow in on my elbow, not my elobw is on your elbow. બીજી મહિલા કહે છે કે you should see… જેના જવાબમાં પહેલી મહિલા એવું કહેતી સાંભળવા મળે છે કે why should i see… બંને જણ વચ્ચે લાંબા સમય સુધી બહેસ ચાલે છે અને સાથે પ્રવાસ કરી રહેલાં પ્રવાસમાંથી એક પ્રવાસી આખા ઝઘડાનો વીડિયો બનાવી લે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @gharkekalesh નામની આઈડી પર શેર કરવામાં આવ્યો છે અને નેટિઝન્સ આ વીડિયોને કૂબ જ પસંદ કરી રહ્યા છે અને લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.