બે માથા પણ એક શરીર… જોડિયા બહેનોમાંથી એકના લગ્ન થયા, બીજી હજુ કુંવારી
જન્મથી શરીરથી જોડાયેલી બે બહેનોમાંથી એકે લગ્ન કરી લીધા છે. નવાઇ નહીં પામતા આવું અશ્ક્ય લાગતી બાબતો પણ ક્યારેક બનતી હોય છે. આપણે વાત કરી રહ્યા છે બે બહેનોની. આ બંનેના નામ એબી હેન્સલ અને બ્રિટ્ટેની હેન્સેલ છે. આમાંથી એબીએ ભૂતપૂર્વ સૈનિક અને નર્સ જોશ બોલિંગને તેના જીવન સાથી તરીકે પસંદ કર્યા છે. હકીકતમાં, તેઓએ વર્ષ 2021 માં લગ્ન કર્યા હતા. પરંતુ હવે આ વાતનો ખુલાસો થયો છે. 34 વર્ષીય બહેનો એબી અને બ્રિટ્ટેની 1996માં ઓપ્રાહ વિન્ફ્રેના શોમાં આવ્યા બાદ ઘરે ઘરે પ્રખ્યાત થઈ ગઇ હતી. ત્યાર બાદ આ બંને બહેનોની પોતાની TLC રિયાલિટી શ્રેણી આવી, જેમાં બંને બહેનો લોકોને તેમની રોજિંદી લાઇફ બતાવતી હતી.
એબી હેન્સલે તેનો ફેસબુક પ્રોફાઇલ ફોટો બદલ્યો છે. તે આ એકાઉન્ટ તેની બહેન બ્રિટ્ટેની સાથે શેર કરે છે. આ તસવીર લગ્ન સમારંભ જેવી લાગે છે. આમાં બહેનો વેડિંગ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. વરરાજા બનેલા બોલિંગે ગ્રે સૂટ પહેર્યો છે. તસવીરમાં તેઓ એકબીજાની સામે જોતા અને હાથ પકડેલા જોવા મળે છે. આ પહેલા એક નાનકડી વીડિયો ક્લિપ સામે આવી હતી. જેમાં કપલ વેડિંગ રિસેપ્શનમાં ડાન્સ કરતા જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર, બંને બહેનો અમેરિકાના મિનેસોટામાં બાળકોને ભણાવવાનું કામ કરે છે.
ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં બંને બહેનો બાળકોને ભણાવતી જોવા મળી રહી છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘જોડિયા બહેનો એબી અને બ્રિટ્ટેની રિયાલિટી શોમાં બતાવી રહી છે કે તેઓ વર્ગમાં બાળકોને કેવી રીતે ભણાવે છે. ટ્વિન્સ એબીએ બોયફ્રેન્ડ જોશ બોલિંગ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે.
એબી અને બ્રિટ્ટેની ડાઇસફેલસને કારણે જોડિયા છે. બંને બહેનના કમરની નીચે શરીરના તમામ અંગો જોડિયા છે. જ્યારે એબી તેના જમણા હાથ અને પગને નિયંત્રિત કરી શકે છે, ત્યારે બ્રિટ્ટેની તેના ડાબા હાથ-પગને નિયંત્રિત કરી શકે છે.
1990 માં જન્મેલી, બહેનોના માતાપિતા, પેટી અને માઈક હેન્સેલને જ્યારે કહેવામાં આવ્યું કે સર્જરીમાં બંનેની બચવાની આશા ઓછી છે, ત્યારે તેમણે તેમની જોડિયા બાળકીને અલગ કરવા માટે સર્જરી નહીં કરવાનો નિર્ણય લીધો હતો.