હેં, દુનિયાનો પહેલો દેશ જે ડૂબી રહ્યો છે! નાગરિકો ધીરે ધીરે શિફ્ટ થઈ રહ્યા છે આ દેશમાં…

અત્યાર સુધી તમે લોકોને એક દેશમાંથી બીજા દેશમાં શિફ્ટ થતાં જોયા કે સાંભળ્યા હશે, પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ આખેને આખો દેશ જ બીજા દેશમાં શિફ્ટ થઈ રહ્યો હોય? આઈ નો આઈ નો સાંભળવામાં થોડું વિચિત્ર અને અશક્ય લાગતું હશે, પરંતુ આવું હકીકતમાં થઈ રહ્યું છે. એક આખે આખો દેશ બીજા દેશમાં શિફ્ટ થઈ રહ્યો છે. ચાલો તમને જણાવીએ કયો છે આ દેશ અને કયા કારણે એવું થઈ રહ્યું છે એ જાણવું પણ રસપ્રદ રહેશે-
અમે અહીં વાત કરી રહ્યા છીએ તુવાલૂની. તુવાલૂ પેસેફિશ ઓશનનો એક નાનકડો દેશ છે આઈસલેન્ડ પર વસેલું છે. અહીં સતત સમુદ્રમાં જળસ્તર વધી રહ્યું છે. જેને કારણે આખા દેશને ઓસ્ટ્રેલિયામાં માઈગ્રેટ કરવામાં આવે છે. આખી દુનિયામાં આ પહેલી જ આવી ઘટના છે. તુવાલૂને લઈને ઘણા અભ્યાસ થયા છે અને એમાં એવું તારણ સામે આવ્યું છે કે આગામી 25 વર્ષમાં તુવાલૂ સમુદ્રમાં ગરક થઈ જશે. જોકે, હજી સુધી એ વાત સ્પષ્ટ નથી થઈ શકી કે તુવાલૂના વડા પ્રધાન નવા દેશમાં શું અને કયા પ્રકારની ભૂમિકા ભજવશે.

વાત કરીએ તુવાલૂની તો તુવાલૂ દેશ કુલ 9 સમુદ્રી ટાપુને મળાવીને બનેલો દેશ છે અને અહીંની વસતી 11,000ની આસપાસ છે. સમુદ્રના સ્તરથી હવે તેની ઉંચાઈ માત્ર બે મીટર જેટલી જ ઉપર રહી છે. એનો અર્થ એવો થયો કે જો કોઈ દિવસ સમુદ્રનું સ્તર બે મીટરથી ઉપર ગયું તો આ દેશ પાણીમાં સમાવવા લાગશે. હંમેશા અહીં પૂર અને તોફાનનું જોખમ તોળાતું જ રહે છે.
રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તુવાલૂના નવે નવે ટાપુ પાણીમાં સમાવવા લાગ્યા છે. નાસાના જણાવ્યા અનુસાર છેલ્લાં 30 વર્ષમાં અહીં પાણીનું સ્તર સતત વધતું જ જઈ રહ્યું છે. જો આ જ રીતે પાણીનું સ્તર વધતું રહેશે તો 2050 સુધીમાં તો આ દેશ સંપૂર્ણપણે ડૂબી જશે.

2023માં તુવાલૂ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક સમાધાન થયું હતું અને આ સમાધાન અનુસાર દર વર્ષે 280 તુવાલૂ નાગરિકોને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરવાની પરવાનગી મળી હતી. આ નાગરિકોને હેલ્થ, એજ્યુકેશન, ઘર અને નોકરી તમામ અધિકાર મળશે. નાગરિકોનો પહેલો બેચ ગયા મહિનાની 16થી 18 તારીખની વચ્ચે ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના વિદેશ ખાતાના પ્રધાન પેની વાંગે જણાવ્યું હતું કે આ નાગરિકોને પૂરા સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર મળશે. જ્યારે તુવાલૂના વડા પ્રધાન ફેલેતી તિયોએ દુનિયાભરના દેશોને આ મામલા પર ખાસ ધ્યાન આપવાની અપીલ કરી છે.