આ ટીપ્સ અપનાવવાથી ઓછી થશે સિગારેટની તલબ, અજમાવી જુઓ
સિગારેટ પીવાની વર્ષો જૂની આદત છોડવી ખૂબ જ અઘરી છે. આ આદતને છોડતા ઘણો સમય લાગે છે કેમકે ચેઇન સ્મોકિંગમાં સતત સિગારેટની તલબ લાગતી હોય છે. જો કે એવી કેટલીક ટીપ્સ છે જેને ફોલો કરવાથી તલબ પર કાબૂ બિલકુલ મેળવી શકાય છે.
જ્યારે પણ સિગારેટની તલબ લાગે ત્યારે તરત તે ઇચ્છા પૂરી ન કરો, થોડો સમય રાહ જુઓ, ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરો. મગજને અમુક કાર્યોમાં વ્યસ્ત રાખો. શક્ય હોય એટલો સમય ખેંચવાથી ક્રેવિંગ ધીમે ધીમે ઓછી થઇ શકે છે.
નિકોટીન રિપ્લેસમેન્ટ થેરપી– આ એક પ્રકારની થેરપી છે જેમાં સ્મોકિંગની લાલચને ઘટાડે છે. સિગારેટની તલબ લાગે ત્યારે નિકોટિન ગમનો ઉપયોગ કરો. નિકોટીન છોડવાથી તમને માથાનો દુખાવો થઈ શકે છે. તમારા મૂડને અસર થઈ શકે છે અને તમને એનર્જીની ઉણપ થઈ શકે છે.
આલ્કલાઇન ડાયેટ તમને આમાં મદદરૂપ થઇ શકે છે. ફાઇબરયુક્ત પદાર્થોના સેવનથી તમને ક્રેવિંગ્સ ઓછી થઇ શકે છે. દાળ, જુવાર, બાજરી અને લીલા શાકભાજીથી ક્રેવિંગ્સ પર કાબૂ મેળવાય છે.
સૌથી અગત્યનું એ છે કે તમે સિગારેટ છોડવાનું આંતરિકપણે તમારા મનમાંથી જ મોટીવેશન મેળવો. જ્યારે તલબ લાગે ત્યારે પોતાની જાતને પ્રશ્નો પૂછો કે શા માટે સિગારેટ પીવી જોઇએ, તમે તમારી જાતને ફેફસાનું કેન્સર કે હૃદય સંબંધિત બીમારીઓથી બચાવવા ઈચ્છો છો. તમારા પરિવારને ખુશ રાખવા માગો છો આ બધા કારણો યાદ રાખી મન મક્કમ કરી સિગારેટ છોડવાના ઉપાયો પર ફોકસ કરો.