હેં, ભારતના આ રાજ્યમાં લગ્ન પહેલાં જ કરે છે આ કામ… જાણીને ઉડી જશે હોંશ!
હેડીંગ વાંચીને જ તમારા મગજના ઘોડા દોડવા લાગ્યા હશે કે આખરે એવું તે કયુ કામ છે કે જે ભારતના રાજ્યમાં યુવતીઓ લગ્ન પહેલાં જ કરે છે અને ત્યાર બાદ કરે છે લગ્ન, હેં ને? ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવી જ દઈએ.
અમે અહીં ભારતના રાજસ્થાન રાજ્યની એક અનોખી પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં યુવતીઓ લગ્ન પહેલાં જ બાળકને જન્મ આપે છે અને ત્યાર બાદમાં જ લગ્ન કરે છે. હવે તમને થશે કે આખરે આવું કેમ? ચાલો એ વિશે પણ વાત કરીએ. રાજસ્થાનના આદિવાસી તેમ જ અનેક ગ્રામીણ વિસ્તારમાં આજે પણ જૂની સામાજિક પ્રથાઓને અનુસરવામાં આવે છે. આ જૂની સામાજિક પ્રથાઓમાંથી જ એક એટલે લગ્ન પહેલાં બાળકને જન્મ આપવાનો અને ત્યાર બાદ જ લગ્ન કરવા.
તમારી જાણ માટે કે આ પ્રથાનું રાજસ્થાનના ડુંગરપુર અને બાંસવાડાના ગરાસિયા જનજાતિના લોકો દ્વારા પાલન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જયારે યુવતી બાળક પેદા કરે છે ત્યારે જ તેના લગ્ન કરવામાં આવે છે. એટલું જ નહીં પણ આ સમાજના લોકોના વિચારો એટલા પ્રગત છે કે અહીં યુવતીઓ પોતાની મન મરજીથી લગ્ન કરે છે, અને પરિવાર દ્વારા આ બાબતમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરવામાં આવતી નથી.
અહીં યુવતીઓ કોઈની પણ સાથે રિલેશનશિપમાં હોય એનાથી ખાસ કંઈ ફરક નથી પડતો. મોટા-મોટા શહેરોમાં જ્યાં હજી પણ લિવ ઈન રિલેશનશિપમાં રહેવાની વાતને એટલી સારી દ્રષ્ટિએ નથી જોવામાં આવતું ત્યાં આ સમાજની યુવતીઓ લગ્ન પહેલા લિવ ઈન રિલેશનશિપમાં રહે છે અને બાળકને જન્મ આપે છે, ત્યાર બાદ જ તેના લગ્ન કરવામાં આવે છે. આ પાછળની એક માન્યતા એવી પણ છે કે આ રીતે લગ્ન પહેલાં બાળક પેદા કરવાથી યુવતીના પરિવાર પરથી દહેજ આપવાનો બોજો પ્રમાણમાં ઘટી જાય છે.
આ પણ વાંચો :‘લગ્ન કાયદેસર હોય કે ગેરકાયદે, સહમતીથી સંબંધ બળાત્કાર ન હોઈ શકે’ Gujarat High Court આવું કેમ કહ્યું?
છે ને એકદમ અનોખી પરંપરા? અત્યાર સુધી તમને રાજસ્થાનના કોઈ જિલ્લામાં આવી પરંપરાનું પાલન કરવામાં આવે છે એની જાણ હતી ખરી?