સ્પેશિયલ ફિચર્સ

ખોટા UPI પર થઈ ગયું છે ટ્રાન્ઝેક્શન? આ રીતે પાછા મેળવો પૈસા…

આજકાલનો જમાનો ડિજિટલ છે અને દરેક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમને કારણે લોકોનું જીવન ખૂબ જ સરળ બની ગયું છે. પરંતુ દરેક સિક્કાની જેમ બે પાસાં હોય છે તેમ સુવિધાની સાથે સાથે આ ડિજિટલ પેમેન્ટ ક્યારેક મુશ્કેલીનું કારણ પણ બની જાય છે. ઘણી વખત એવું બને છે કે યુપીઆઈ પેમેન્ટ કરતી વખતે ખોટી આઈડી પર પેમેન્ટ થઈ જાય છે, આવી સ્થિતિમાં પૈસા પાછા કઈ રીતે મેળવવા એ મોટી ઉપાધિ સાબિત થાય છે. જો તમારી સાથે પણ આવું થયું છે તો આજે અમે તમને અહીં આ પૈસા કઈ રીતે પાછા મેળવવા એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ-

સૌથી પહેલાં કરો આ કામ

તમને જેવો ખ્યાલ આવે કે પૈસા ખોટી યુપીઆઈ આઈડી પર ટ્રાન્સફર થઈ ગયા છે તો તરત સંબંધિત એપ પર જઈને ટ્રાન્ઝેક્શન ડિટેઈલ્સમાં જઈને રિપોર્ટ એન ઈશ્યુનો ઓપ્શન સિલેક્ટ કરીને રેઈઝ કમ્પલેન્ટનો ઓપ્શન સિલેક્ટ કરો. તમારાથી થયેલી ભૂલની પૂરી ડિટેઈલ્સ ફિલ કરો અને સ્ક્રીનશોટ પણ લઈ લો.

આ પણ વાંચો: UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસુલવામાં આવશે? નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા

બેંકનો સંપર્ક કરો

જો એપ પર કરેલી ફરિયાદનો કોઈ જવાબ ના મળે તો તમારી બેંકના કસ્ટમર કેરનો સંપર્ક કરો. તેમને ટ્રાન્ઝેક્શન આઈડી, તારીખ અને સમયની જાણકારી આપો. બેંક ફરિયાદ નોંધશે તમારા કેસની તપાસ કરશે. જો સામેવાળી પાર્ટી પૈસા પાછા આપવા તૈયાર થઈ જાય છે તો આવી સ્થિતિમાં આખી પ્રક્રિયા ખૂબ જ સરળ થઈ જાય છે.

એનપીસીઆઈમાં કરો ફરિયાદ

જો બેંક અને એપ પણ તમારી સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ જાય છે તો તમે નેશનલ પેમેન્ટ્સ કોર્પોપેશન ઓફ ઈન્ડિયામાં આની ફરિયાદ કરી શકો છો. આ માટે તમારે htttps://npci.org.in પર જઈને dispute redressal mechanism સેક્શનમાં જઈને ફરિયાદ કરી શકો છો. ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલી તમામ માહિતી ભરો.

આ પણ વાંચો: UPI સેવાઓમાં મોટા ફેરફારો: બેલેન્સ તપાસવાથી માંડીને ઓટોપે મેન્ડેટ્સ પર નવી મર્યાદાઓ લાગુ…

આ રીતે કરી શકશો ફરિયાદ

જો કોઈ વખત તમારાથી પણ ખોટી આઈડી પર પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે અને જો કોઈ તમારા પૈસા જાણી જોઈને પાછા આપવાનો ઈનકાર કરે છે તો તમે સાઈબર ક્રાઈમ સેલમાં આની ફરિયાદ કરી શકો છો. આ માટે તમારે https://cybercrime.gov.in પોર્ટલ પર જવું પડશે. એફઆઈઆરની કોપી તમારી બેંકને આપવી પડશે, જેથી તેઓ લીગલ પ્રોસેસ શરૂ કરી શકે છે.

ધ્યાન રાખો આ બાબતોનું

યુપીઆઈ પર ખોટું ટ્રાન્ઝેક્શન ના થાય એ માટે પૈસા મોકલતા પહેલાં રિસીવરનું નામ, મોબાઈલ નંબર, યુપીઆઈ આઈડી બે વખત તપાસી લો. ક્યુઆર કોડ સ્કેન કરતી વખતે સ્ક્રીન પર જે નામ દેખાય એ તપાસી લો અને ક્રોસ ચેક કરો. ટ્રાન્ઝેક્શનની સ્ક્રીનશોટ હંમેશા સેવ કરી લો. યુપીઆઈ એપ્સમાં હંમેશા બેનેફિશિયરી સેવ ફીચરનો ઉપયોગ કરો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button