રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પીળા રંગની ટાઈલ્સ પર રાઉન્ડ ડોટ્સ કેમ હોય છે? સુરક્ષા સાથે છે સંબંધ…
આપણામાંથી મોટાભાગના લોકો જીવનમાં ક્યારેકને ક્યારેક તો રેલવે સ્ટેશન પર ગયા જ હોઈશું અને ટ્રેનમાં મુસાફરી પણ કરી જ હશે. પરંતુ તેમ છતાં આપણે ઘણી વખત નાની નાની વસ્તુઓ તરફ દુર્લક્ષ સેવીએ છીએ. આજે અમે અહીં તમને આવી જ એક મહત્ત્વની બાબત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ પણ વાંચો : ટિકિટ ખરીદતાં જ Indian Railway પ્રવાસીઓને ફ્રી આપે છે આ ખાસ સુવિધાઓ…
તમે રેલવે સ્ટેશન પર ક્યારેય ધ્યાનથી જોયું હશે તો રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની કિનારાથી થોડાક પહેલાં જ એક પીળા રંગની લાઈન જોવા મળે છે. આ લાઈન પર ગોળાકારમાં ઉપસેલી ડિઝાઈન જોવા મળે છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે આવું કેમ? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
વાત જાણે એમ છે કે ઘણી વખત એવું બને છે કે પ્રવાસીઓ ટ્રેનની રાહ જોતા જોતા પ્લેટફોર્મની કિનારા સુધી પહોંચી જાય છે. આવી પરિસ્થિતિમાં પ્રવાસીને આ પીળી લાઈન એ વાત યાદ અપાવે છે કે પ્રવાસીએ આ પીળી લાઈનની પાછળ ઊભા રહીને જ ટ્રેનની રાહ જોવાની છે. જો પ્રવાસી પીળી લાઈન પાર કરીને પ્લેટફોર્મના કિનારા સુધી પહોંચી જાય છે તો દુર્ઘટનાનો શિકાર થવાની શક્યતા વધારે હોય છે.
ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આ પીળી લાઈનની ડિઝાઈન જમીનથી થોડે ઉપરની બાજુએ ઉપસેલી હોય છે અને તેમાં ગોળાકાર ડિઝાઈન જોવા મળે છે. પીળી લાઈન પર જોવા મળતી આ ડિઝાઈન દિવ્યાંગ લોકો માટે બનેલી હોય છે જેથી તેઓને ખ્યાલ આવે કે આ લાઈનની આગળ જવું તેમના માટે જોખમી સાબિત થઈ શકે છે. દિવ્યાંગ પ્રવાસીઓ આ ગોળાકાર ડિઝાઈનને સ્પર્શીને પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેના અંતરનો અંદાજ પણ લગાવે છે.
આ પણ વાંચો : jiohotstar.com ડોમેનની સસ્પેન્સ ગેમનો આવ્યો અંત, હવે મુકેશ અંબાણીને…
હવે જ્યારે તમે પણ રેલવે સ્ટેશન પર જાવ ત્યારે ચોક્કસ જ આ વાત પર ધ્યાન આપજો અને આ મહત્ત્વની માહિતી અન્ય લોકો સાથે પણ શેર કરીને તેમના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરજો…