સ્પેશિયલ ફિચર્સ

કેટલા દિવસ બાદ તમે પણ તમારો Towel? ડોક્ટરોએ જણાવ્યું સારી રીત અને સાચો સમય. ..

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ગયા ને કે આખરે ન્હાવાના ટોવેલ ધોવામાં તો વળી શું રોકેટ સાયન્સ છે? જ્યારે લાગે કે ટોવેલ મેલો થઈ ગયો છે અને લાંબા સમયથી નથી ધોવાયો તો ધોવા નાખી દેવાનો… પણ બોસ એવું નથી. જે રીતે આપણે એક વખત પહેર્યા બાદ જે રીતે કપડાં ધોવા નાખી દઈએ છીએ એ જ રીતે ટોવેલને પણ સમયસર ધોવા માટે નાખવું જોઈએ. ચાલો જોઈએ શું છે ટોવેલ ધોવાની સાચી રીત અને યોગ્ય સમય-

2200 લોકો પર થયું રિસર્ચ
હાલમાં જ 2200 બ્રિટીશ વયસ્કો પર થયેલાં રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે મોટાભાગના લોકોને ટોવેલને ધોવાનો સાચો ટાઈમ અને સાચી રીત વિશેની જાણકારી નથી હોતી. રિસર્ચમાં સામેલ 44 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ પોતાનો ટોવેલ ત્રણ મહિના કે એનાથી વધુ લાંબા સમય બાગ ધોવા માટે નાખે છે.

કંપનીના આંકડા અનુસાર રિસર્ચમાં સામેલ લગભગ પાંચમાંથી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેઓ પોતાના ટોવેલને મહિનામાં એક વખત ધોવામાં નાખવામાં આવે છે. એક ચતુર્થાંશ લોકોએ જણાવ્યું હતું કે તેઓ અઠવાડિયામાં એક વખત તથા વીસમાંથી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તે રોજે ટોવેલ ધોવામાં નાખે છે.

આ પણ વાંચો :Viral Video: આ ભાઈએ તો ભારે કરી, કુંભકર્ણને પણ ટક્કર મારીને…

અનેક સમસ્યા અને બીમારીનું બને છે કારણ
લંડનમાં હોમ હાઈજિન અને ઈન્ફેક્શન ડિસીઝ પ્રિવેન્શનની એક્સપર્ટ ડો. સૈલી બ્લુમફીડે આ વિશે ચોક્કસ માહિતી આપતા જણાવ્યું હતું કે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત ગરમ પાણી અને સોફ્ટ ડિટર્જેન્ટથી ટોવેલ ધોઈ લેવું જોઈએ. ટોવેલ જોવામાં ભલે સાફ દેખાતું હોય પણ તેના પર લાખો બેક્ટેરિયા જમા થઈ જાય છે જે અનેક બીમારી અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે.

આ લોકોએ રોજ ધોવા નાખવું જોઈએ ટોવેલ
જે લોકોને ચહેરા પર કે શરીર પર મસા હોય એ લોકોએ પોતાના ટોવેલને દરરોજ ધોવા નાખવા જોઈએ. આ સિવાય જો તમે રોજ જીમમાં જતા હોવ તો તમારે રોજે ટોવેલ ધોવા માટે નાખવું જોઈએ, કારણ કે જો તમે રોજ ટોવેલ નથી ધોતા તો તેના પર કીટાણુ જમા થઈ જાય છે અને ત્યાર બાદ જ્યારે તેને ધોવા માટે નાખો છો ત્યારે તેનું સાફ કરવું વધારે મુશ્કેલ બની જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button