સ્પેશિયલ ફિચર્સ

ઓહો, તમે એટલા બિઝી છો કે ચાલવા નથી જઈ શકતા તો આટલું તો કરો જ કરો

આજે ધનતેરસ એટલે કે ધનવન્તરી દેવની પૂજાનો દિવસ છે. દેવતાઓના ડોક્ટર કહી શકાય તેવા ધન્વન્તરી દેવની આજે પૂજા થાય છે, જેથી આખું વર્ષ આરોગ્યપ્રદ રહી શકાય. આરોગ્ય સાચવવા માટે ઘણી બબાતો પર ધ્યાન આપવું જરૂરી છે, જેમાં ખાણીપીણી, ઊંઘવાનો સમય અને તેની સાથે શારીરિક શ્રમ અને કસરતોનો પણ સમાવેશ થાય છે.

Also read: સેના વિશેની ટિપ્પણીથી Sai Pallavi ઘેરાઈ વિવાદમાં: સોશિયલ મીડિયામાં થઈ રહી છે ટ્રોલ

આમ તો કોઈ એટલું વ્યસ્ત હોતું નથી કે દિવસની અડધી કલાક વૉકિંગ કે કસરતો માટે કાઢી ન શકે, પણ જો તમને ચાલવા માટે સમય ન મળે તો બીજી અમુક ટીપ્સ અમે તમને આપી રહ્યા છે જે તમારા રોજબરોજના જીવનનો હિસ્સો છે અને તેની માટે તમારે ખાસ સમય ફાળવવાની જરૂર નથી ચાલવું સૌથી મહત્વની એક્ટિવિટી છે. તમે જીમ ન જાઓ તો ચાલે પરંતુ દિવસમાં અમુક ડગલા ચાલવાનું ચોક્કસ રાખો. તેનાથી આખું શરીર તંદુરસ્ત રહે છે અને મન પણ પ્રફુલ્લિત રહે છે. તો જો ચાલવા ન જઈ શકતા હો તો આ ટીપ્સને ફોલો કરો.

લિફ્ટનો ઉપયોગ ટાળોઃ બીજા માળે પણ ઘર હોય તો પણ આપણને સીધું લિફ્ટમાં ચડી જવાની આદત હોય છે. મોલ્સમાં કે રેલવે સ્ટેશન પર પણ આપણે એક્સેલેટરનો ઉપયોગ વધારે કરીએ છીએ. આમ ન કરતા શક્ય હોય તેટલી સિડી ચડવાનું રાખીએ અને લિફ્નો ઉપયોગ ટાળીએ તો તે ચાલવા બરાબર જ છે.

Also read: ત્રિપુષ્કર મંગળ યોગ સાથે ધનતેરસની શરૂઆત; જાણો ખરીદી માટેના શુભ મુર્હુત

એક સાથે બે કામ કરોઃ દિવસનો કેટલો સમય તમે ફોન પર વિતાવો છો. જ્યારે પણ પોન પર વાત કરો ત્યારે ચાલતા ચાલતા વાત કરવાની ટેવ પાડો. ભલે એક મિનિટ હોય કે દસ મિનિટ તમે ચાલતા રહેશો એટલે વાત પણ થશે અને ચાલવાની કરત પણ થશે.

દર અડધા કલાકે દસ ડગલા તો ભરો જ : જો તમારી પાસે ડેસ્કનું કામ હોય, બેઠાળું જીવન હોય તો પણ દર અડધી કલાકે દસ ડગલા ભરવાનું તો રાખો જ. આ સાથે પાણી પીવાનું રાખો અને બાજુમા પડેલી બોટલમાંથી ન પીતા પાણીની જગ્યાએ જઈ પીઓ. જેથી તમે દિવસના 60-70 ડગલા તો ચાલી જ નાખશો.

Also read: Dhanterasના દિવસે કંઈ નહીં ને નવી સાવરણી ખરીદવાનું કેમ કહેવાય છે?

ઑફિસ જતી વખતે વૉક કરોઃ દૂર જાઓ ત્યારે જ વાહનનો ઉપયોગ કરો. નજીકના સ્થળોએ ચાલતા જવાની ટેવ પાડો. જમ્યા બાદ ઘરમાં તો ઘરમાં ઓછામાં ઓછા દસેક આટા મારવાનું રાખો. ચાલવા માટે નિયત સમય ન રાખો, જ્યારે જ્યાં સમય મળે ત્યારે ચાલી લો

Back to top button
દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker