દુનિયાના 10 એવા દેશો જ્યાં કોઈ ઇનકમ ટેક્સ નથી, જાણો કયા દેશો છે આ યાદીમાં સામેલ

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા હશો કે ભાઈસાબ આખરે એવા તે કયા દેશો છે કે જેઓ પોતાને ત્યાં વસતા લોકો પાસેથી ટેક્સ નથી વસૂલતા? જો તેઓ નાગરિકો પાસેથી ટેક્સ નથી વસૂલતા તો તેમની અર્થવ્યવસ્થા કઈ રીતે ચાલે, નાગરિકોને મૂળભૂત સુવિધાઓ કેવી રીતે પૂરી પાડવામાં આવે છે? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે, કારણ કે તો જ તમને ખ્યાલ આવશે. ચાલો જોઈએ કયા છે એ 10 દેશ કે જેઓ ટેક્સ ફ્રી છે-
સંયુક્ત અરબ અમીરાત
આ યાદીમાં સૌથી પહેલાં નામ આવે છે સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈનું. યુએઈમાં વ્યક્તિગત આવક, પૂંજીગત લાભ કે પ્રોપર્ટી ટેક્સ જેવા કોઈ પણ પ્રકારના ટેક્સ નથી. અહીં સરકાર ગેસ, તેલ પર 5 ટકા વેટ, કસ્ટમ ડ્યૂટી અને કેટલાક બીજા વ્યવસાય પર 9 ટકાના કોર્પોરેટ ટેક્સથી રાજસ્વ પ્રાપ્ત કરે છે.
બહામા
આ દેશમાં પણ નાગરિકો પાસેથી વ્યક્તિગત આવ, પૂંજીગત લાભ, વારિસ કે મોટાભાગે કોર્પોરેટ ટેક્સ નથી વસૂલવામાં આવતો. ટુરિઝમ, એક્સપોર્ટ ફી અને રિયલ એસ્ટ ટેક્સથી સરકારને સારી એવી આવક થાય છે.
બર્મ્યુડા
ત્રીજો ટેક્સ ફ્રી દેશ છે બર્મ્યુડા. અહીં નાગરિકો પાસેથી કોઈ વ્યક્તિગત આવક, પૂંજીગત લાભ કે સેલ્સ ટેક્સ નથી લેવામાં આવતો. નિયોક્તા પાસેથી વેતન ટેક્સ, કસ્ટમ ડ્યૂટી અને ફ્રો પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવે છે.
મોનાકો
મોનાકોના વાગરિકો પણ આવક, પૂંજીગત લાભ અને પ્રોપર્ટી ટેક્સ (કેટલાક ફ્રાન્સીસી નાગરિકોને બાદ કરતાં) ફ્રી છે. અહીં સરકારને વેટ, કંપની ફી અને કસીનોમાંથી મોટા પ્રમાણમાં આવક થઈ જાય છે.
કૈમન આઈલેન્ડ્સ
કૈમન આઈલેન્ડ્સમાં પણ કોઈ આવક, કોર્પોરેટ કે પૂંજીગત લાભ પર નાગરિકો પાસેથી ટેક્સ નથી વસૂલવામાં આવતો. અહીં ફાઈનાન્શિયલ સર્વિસ, ઈમ્પોર્ટ ડ્યૂટી અને ટૂરિઝમથી જ સરકારને આવક થાય છે.
કતર
કતરના નાગરિકોને પણ પર્સનલ આવક, પૂંજીગત લાભ અને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેલ, ગેસ અને એક્સપોર્ટ ડ્યૂટી જ સરકારની આવકના મુખ્ય સ્રોત છે. આ સિવાય વિદેશી વ્યવસાય પર 10 ટકા કોર્પોરેટ ટેક્સ પણ સરકાર દ્વારા વસૂલવામાં આવે છે.
કુવૈત
અહીંના નાગરિકોને પણ કોઈ વ્યક્તિગત ટેક્સ નથી આપવો પડતો. કુવૈતની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે તેલ ઉત્પાદન પર આધારિત છે. વિદેશી કંપનીઓને 15 ટકા કોર્પોરેટ ટેક્સ, સ્થાનિક કંપનીઓને છૂટ આપવામાં આવી છે.
બ્રુનેઈ
બ્રુનેઈમાં પણ નાગરિકોને કોઈ વ્યક્તિગત ટેકસ નથી આપવો પડે છે. તેલ અને ગેસથી બ્રુનેઈની સરકારને મોટાભાગે આવક થાય છે. આ સિવાય અહીં કોર્પોરેટ ટેક્સ 18.5 ટકા જેટલો છે. અહીં હેલ્થ સર્વિસ અને એજ્યુકેશન એકદમ ફ્રી છે.
ઓમાન
ઓમાનમાં પણ કોઈ વ્યક્તિગત ટેક્સ નથી હોતો, ભવિષ્યમાં ઉચ્ચ આવક ધરાવનારાઓને 5 ટકા ટેક્સ લાગુ થઈ શકે છે. તેલ, ગેસ અને કસ્ટમ ડ્યૂટીથી અહીંની સરકારને આવક થાય છે.
વાનુઆતુ
અહીં નાગરિકો પાસેથી કોઈ પણ પ્રકારનો આવક, કોર્પોરેટ, પૂંજીગત, વારસા કે પ્રોપર્ટી ટેક્સ નથી વસૂલવામાં આવતો. ટુરિઝમ, કસ્ટમ ડ્યુટી, નાગરિકતા નિવેશ કાર્યક્રમ જ સરકારના આવકના મુખ્ય સ્રોત છે.
આપણ વાંચો: એરપોર્ટના એરોબ્રિજ પર ભૂતિયા લોકો કે પછી…? વાઈરલ વીડિયોનું રહસ્ય જાણી ચોંકી જશો…