સ્પેશિયલ ફિચર્સ

90 ટકા લોકો કરે છે ફ્લશ ટેન્કના બંને બટનનો ખોટી રીતે ઉપયોગ, આજે જ જાણી લો નહીંતર…

આપણામાંથી મોટાભાગના લોકોએ મોલ, થિયેટર કે પબ્લિક સ્પોટ પર વેસ્ટર્ન ટોઈલેટનો ઉપયોગ કર્યો જ હશે. આ સમયે નોટ કર્યું હશે તો ખ્યાલ આવ્યો હશે કે ફ્લશ ટેન્કમાં બે બટન હોય છે જેમાંથી એક નાનું અને એક મોટું બટન હોય છે. પરંતુ શું ક્યારેય વિચાર્યું છે ખરું કે આ બે બટનનું કામ શું હોય છે? તમે પણ આ બે બટનનો ખોટી રીતે ઉપયોગ કરો છો? ચાલો આજે તમને આ બટનના ઉપયોગ વિશે જણાવીએ

ખૂબ જ ઓછા લોકોને આ વાતની જાણ હોય છે કે ફલશ ટેન્કમાં આપવામાં આવેલા આ બંને બટનનું અલગ અલગ કામ હોય છે અને લોકો ખોટી રીતે આ બંને બટનનો ઉપયોગ કરીને દરરોજ સેંકડો લિટર પાણીનો વેડફાટ કરી રહ્યા છે. પરંતુ આજે આપણે અહીં આ બટનના ઉપયોગ વિશે જાણીશું.

ભારતમાં મોટાભાગના લોકોને એવું લાગે છે કે ફ્લશ ટેન્કમાં આપવામાં આવેલા બંને બટનનું અલગ અલગ કામ હોય છે. પરંતુ હકીકતમાં એવું નથી. આ બંને બટન ખાસ રીતે પાણી બચાવવા માટે બનાવવામાં આવ્યા છે.

નાના બટનનો આ કામ માટે થાય છે ઉપયોગ

વાત કરીએ બંને બટનની તો ફ્લશ ટેન્કમાં રહેલા નાના બટનને લોકો હાફ ફ્લશ તરીકે ઓળખવામાં આવે છે. આ બટનનો ઉપયોગ કરવાનો અર્થ થાય છે કે જ્યારે તમે લઘુશંકા એટલે કે યુરિન પાસ કર્યા બાદ ત્યારે તમે આ ફ્લશ બટનનો ઉપયોગ કરવામાં આવે. આ બટનના ઉપયોગથી આશરે 3 લિટર પાણી ફ્લશ થાય છે.

આ સમયે કરો મોટા બટનનો ઉપયોગ


જ્યારે મળ વિસર્જન બાદ ફલશ કરવું હોય ત્યારે આ મોટું બટન દબાવવામાં આવે છે અને જ્યારે તમે એક વખત આ બટન દબાવો છો ત્યારે 6 લિટર જેટલું પાણી ફ્લશ થાય છે.

90 ટકા લોકો કરે છે ખોટો ઉપયોગ
ડ્યુઅલ ફ્લશ સિસ્ટમની શરૂઆત 1980ના દાયકામાં ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવી હતી અને તેનો મુખ્ય હેતુ હતો ઘરમાં પાણીના ઉપયોગને ઘટાડવું. ધીરેધીરે આ સિસ્ટમ ભારત સહિત બીજા દેશોએ અપનાવી લીધી. રિસર્ચમાં કરવામાં આવેલા દાવા અનુસાર 90 ટકાથી વધુ લોકો બંને બટન વચ્ચેના તફાવતથી અજાણ હોય છે અને એટલે હંમેશા મોટા બટનનો ઉપયોગ કરે છે. આને કારણે દરરોજ એક વ્યક્તિ દ્વારા 10થી 15 લિટર વધુ પાણીનો વેડફાય થાય છે.

આપણ વાંચો : Public Toilet ના દરવાજા નીચેની બાજુએથી કેમ ખુલ્લા હોય છે? કારણ જાણશો તો ચોંકી ઉઠશો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button