ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (19-03-24): કર્ક, સિંહ અને મકર રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે સુખ, સમૃદ્ધિથી ભરપૂર

મેષ રાશિના લોકો માટે આજનો દિવસ નવી ભેટ લઈને આવી રહ્યો છે. આજે તમે તમારા ઘરનું સમારકામ કે રિનોવેશન વગેરે કંઈક કરી શકો છો. વિદ્યાર્થીઓ આજે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને એને કારણે દરેક વિષયને સમજવામાં એમને સરળતા રહેશે. સંતાનો આજે તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે એને કારણે તમારી આર્થિક સમસ્યાનો નિવેડો આવી રહ્યો છે. આજે તમારો જીવનસાથી તમારા માટે કોઈ ભેટસોગાદ લાવી શકે છે. આજે તમને કોઈ કામ અંગે શંકા સતાવી રહી હતી તો તે પૂરું થઈ રહ્યું છે.

આ રાશિના લોકો આજે આરામ અને મોજશોખની વસ્તુઓ પર પૈસા ખર્ચ કરશે. તમારા માટે કપડાં, મોબાઈલ, લેપટોપ વગેરે જેવી મોંઘી લક્ઝરી લાવી શકશો. તમારે તમારા પિતા સાથે કોઈ પણ બાબતે દલીલ કરવાની જરૂર નથી. જો તમે રાજકારણમાં કામ કરી રહ્યા છો, તો તમને કોઈ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. તમને તમારી પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી ઘણી હદ સુધી રાહત મળતી જણાય છે, કારણ કે તમને કેટલીક પૈતૃક સંપત્તિ મળી શકે છે. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો.

આ રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. આજે તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કામના સ્થળે તમે આજે તમારા સારા વિચારોનો પૂરેપૂરો લાભ ઉઠાવશો. તમારી અંદર આજે સ્પર્ધાની ભાવના જોવા મળી રહી છે. આજે તમે કોઈ જગ્યાએ હરવા-ફરવાની યોજના બનાવી શકો છો. નાના બાળકો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. આજે તમે કામ, પરિવારની સાથે સાથે પોતાની જાત માટે પણ સમય કાઢવો પડશે.

કર્ક રાશિના લોકોને આજે ભાઈ-બહેનો તરફથી સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ મામલામાં સાવધાની રાખવી તમારા માટે સારું રહેશે. કોઈ પણ જરૂરી કામ માટે તમે આજે માતા-પિતા સાથે સલાહ વગેરે લેશો તો તે તમારા માટે સારું રહેશે. રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લો. બિઝનેસમાં કોઈ સમસ્યા આવી રહી હતી તો એનો પણ ઉકેલ આવી રહ્યો છે. વિદ્યાર્થીઓએ કોઈ હરિફાઈમાં ભાગ લીધો હશે તો આજે તેના પરિણામો આવી શકે છે.

સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ લાવનારો સાબિત થઈ રહ્યો છે. પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યામાંથી છુટકારો મળી રહ્યો છે. આજે તમે તમારા જીવનને ખૂબ જ સારી રીતે માણશો. લાઈફ સ્ટાઈલમાં પણ નાના મોટા ફેરફારો કરી શકો છો. બિઝનેસમાં કોઈ કામ લાંબા સમયથી અટકી પડ્યું હશે તો તે પણ પૂરું થઈ રહ્યું છે. આજે તમારે તમારી જૂની ભૂલમાંથી બોધ પાઠ લેવો પડશે. મિત્રો સાથે કેટલોક સમય આજે મોજમજામાં પસાર કરશો.

કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. તમારા વિરોધી આજે તમારા કામને લઈને કોઈ ટિપ્પણી કરશે જેને કારણે તમને ખરાબ લાગી શકે છે. તમારા કેટલાક કામમાં આજે સમસ્યાઓ આવી રહી છે. તમારે તમારી વ્યવસાયિક યોજનાઓ બનાવવા માટે થોડો સમય કાઢવો પડશે, તો જ તમે તેને પૂર્ણ કરી શકશો. નવું મકાન, દુકાન વગેરે ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થશે. જો લાંબા સમયથી પરિવારમાં કોઈ વિખવાદ હતો, તો તે પણ દૂર થતો જણાય છે. કુંવારા લ

આ રાશિના લોકોએ આજે કોઈને કોઈ બાબતને લઈને ચિંતિત રહેશે. પરિવારના કોઈ સભ્યની વાત આજે તમને ખરાબ લાગી શકે છે. વાહન ચલાવતી વખતે આજે તમારે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આજે તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હશે તો તે પાછા માંગવા આવી શકે છે. સંતાનો કે પરિવારના નાના બાળકો આજે તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે. પરિવાર અને મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવી શકો છો. પરિવારના કોઈ બે સભ્ય વચ્ચે જો અંતર આવી ગયું હશે તો તે પણ દૂર થઈ રહ્યું છે.

વૃશ્ચિક રાશિના લોકોએ આજે આવક અને ખર્ચ બંને વચ્ચે સંતુલન જાળવાની ચાલવું પડશે. રાજકારણમાં હાથ અજમાવી રહેલાં લોકોને આજે કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. આજે તમે બાકીના કામને બાજુ પર રાખીને ભક્તિ અને ધાર્મિક પ્રવૃત્તિમાં સમય પસાર કરશો, જેને કારણે તમને માનસિક શાંતિનો અહેસાસ થશે. ભાઈ-બહેનો વચ્ચે જો કોઈ મતભેદ ચાલી રહ્યા હતા તો આજે એ વાતચીતથી ઉકેલાઈ રહ્યા છે. તમારે તમારા વ્યવહાર સંબંધિત બાબતોમાં સાવધ રહેવાની જરૂર છે.

ધન રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. નોકરી કરી રહેલાં લોકોને આજે કામમાં શિથિલતાથી બચવું પડશે. સંતાનની કોઈ વાત આજે તમને ખરાબ લાગી શકે છે. આજે તમે તમારી ભાવના તમારા પ્રિયપાત્ર સામે રજૂ કરી શકો છો અને એને કારણે તમારો સંબંધ વધુ ગાઢ બની રહ્યો છે. આજે તમે મોજશોખ અને વૈભવી વસ્તુઓ પર સારી એવી રકમ ખર્ચ કરશો. આજે તમારે ભવિષ્ય માટે થોડી બચત પણ કરવી પડશે. તમારી જવાબદારીઓથી શરમાશો નહીં, નહીં તો તમને તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.

મકર રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો સાબિત થવાનો છે. જીવનસાથીની સલાહને અનુસરીને આજે તમે કોઈ મોટા રોકાણ વિશે વિચારશો. નોકરીમાં પ્રમોશન કરવાની શક્યતા છે અને એને કારણે તમારા પગારમાં પણ વધારો થઈ રહ્યો છે. પગાર વધવાની સાથે સાથે તમારા ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે તમે જેની પાસે પૈસા ઉધાર લીધા હશે તો તે પાછા માંગી શકે છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ ડીલ કરતાં પહેલાં તેના તમામ પાસા વિશે ખૂબ જ વિચારવું પડશે.

કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેવાનો છે. આજે તમારે ધંધાકીય કામે ભાગદોડ કરવી પડી શકે છે. કોઈને કોઈ પણ વચન આપતા પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધો. નોકરી માટે આજે ઘરથી દૂર રહેશો. કામના સ્થળે કોઈ પણ ખોટા કામમાં બોસ કે ઉપરી અધિકારી સાથે સહમત થવાનું ટાળવું પડશે. આજે તમે મિત્રોને કોઈ રોકાણ સંબંધિત યોજના વિશે જણાવી શકો છો. બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરી રહેલાં લોકો આજે સેવિંગ સ્કીમ પર પૂરું ધ્યાન આપશે. તમારી યોજના વિશે તમારે કાળજીપૂર્વક વિચારવું પડશે.

મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. જો તમે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમારું એ સપનું પૂરું થઈ રહ્યું છે. પારિવારિક સમસ્યાઓમાંથી રાહત મળી રહી છે. આજે તમે ભાઈ-બહેનને કોઈ સલાહ આપશો તો તે તમારી સલાહ પર ચોક્કસ અમલ કરશે. લાંબા સમયથી જો તમે કોઈ કામને લઈને પરેશાન હતા તો આજે તમારી એ પરેશાની પણ દૂર થઈ રહી છે. બિઝનેસમાં આજે કોઈ જૂની રોકાણથી નફો થવાની પૂરેપૂરી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button