આજનું રાશિફળ (07-11-24): મિથુન, કર્ક અને ધન રાશિના જાતકોની મનની દરેક ઈચ્છા થશે પૂરી…


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. પરિવારના સભ્યો સાથે ક્યાંક બહાર જઈ શકો છો. જો તમે નોકરીમાં બદલાવની યોજના બનાવી રહ્યા છો, તો તમે તે પ્રયાસમાં સફળ થશો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં શિથિલતા ટાળવી પડશે. તમારે કેટલીક જૂની ભૂલમાંથી પાઠ શીખવો પડશે. કાર્યસ્થળ પર તમને કોઈ જવાબદાર કામ મળી શકે છે. પરિવારમાં જો લાંબા સમયથી કોઈ સમસ્યા સતાવી રહી હતી તો આજે એનો પણ ઉકેલ આવી રહ્યો છે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેવાનો છે. પાર્ટનર્સમાંથી આજે તમને કોઈ ધોખો આપશે, એટલે કોઈ પણ ડીલ ફાઈનલ કરતાં પહેલાં ખૂબ જ કાળજીપૂર્વક વિચાર કરો. જો પરિવારના સભ્યો સાથે કેટલાક મતભેદ ચાલી રહ્યા હતા, તો તે પણ ઘણી હદ સુધી ઉકેલાઈ જશે. તમે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને લઈને તણાવમાં રહેશો. તમને લાંબા સમય પછી તમારા કોઈ મિત્રને મળવાનો મોકો મળશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ધનમાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમને કેટલીક વારસાગત મિલકત મળી શકે છે. કામના સ્થળે નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોના કામથી આજે લોકો ખુશ થશે. આજે મિત્રવર્તુળમાં પણ વધારો થશે. તમારો કોઈ સહકર્મી તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે. તમે તમારા માતાપિતા સાથે કેટલાક મહત્વપૂર્ણ કાર્યો વિશે વાત કરી શકો છો. નવું વાહન ખરીદશો તો મતારા માટે સારું રહેશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનો પ્લાન કરશો. લાંબા સમયથી પરિવારમાં કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હતો તો આજે એનો પણ ઉકેલ આવી રહ્યો છે. સાસરિયાઓ તરફથી આર્થિક લાભ થતો જણાય. જો તમારી કોઈ ઈચ્છાઓ પૂર્ણ થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારી પારિવારિક સમસ્યાઓ પણ સાથે બેસીને ઉકેલ લાવશો. કોઈ નવા કામમાં તમારો રસ વધી શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે તમે મિત્રો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. જો તમે કોઈ કામમાં ઉતાવળ બતાવશો તો તેમાં તમારાથી ભૂલ થઈ શકે છે. જો પરિવારનો કોઈ સભ્ય ઘરથી દૂર કામ કરતો હોય, તો તે આજે તેના પરિવારના સભ્યોની યાદ સતાવશે. નવી પ્રોપર્ટી વગેરે ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ પ્રકારના કાયદાકીય મામલામાં સાવધાની રાખવાનો રહેશે, કારણ કે તમારા પર કેટલાક આરોપો લાગી શકે છે. તમારી કેટલીક જૂની શારીરિક સમસ્યાઓ ફરી સામે આવવાની સંભાવના છે. તમારે તમારા કામ માટે બીજા પર નિર્ભર ન રહેવું જોઈએ, નહીં તો તમને આમ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખો. જો કોઈ ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી, તો તે પણ દૂર થઈ રહી છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ તાણથી ભરપૂર રહેશે. બિઝનેસમાં આજે ચઢાવ-ઉતાર જોવા મળશે. લાંબા સમયથી જો કોઈ કામની ચિંતા સતાવી રહી હતી તો આજે એ પણ દૂર થઈ રહી છે. આજે તમારે તમારા કામનું આયોજન કરવું પડશે. નોકરી કરી રહેલાં લોકોને એમના પ્રયાસોમાં સફળતા મળશે. જીવનસાથી સાથે આજે કેટલાક મતભેદ થવાની પૂરેપૂરી શક્યતા છે. ભાઈ-બહેન સાથે આજે કોઈપણ વાત છુપાવવાનું ટાળો. કામના સ્થળે કોઈ પુરસ્કાર વગેરે મળી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. પરિવારના સભ્યો સાથે લાંબા અંતરની યાત્રા પર જોઈ શકો છો. આજે તમને કોઈ મોટો ઓર્ડર મળી શકે છે, જેને કારણે તમારા બિઝનેસમાં પ્રગતિ થશે. પરિવારની જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમારા સ્વભાવને કારણે આજે કામમાં તમે કેટલીક ભૂલો કરશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આજે સારી એવી સફળતા મળશે. નોકીરી શોધી રહેલાં લોકોના પ્રયાસને આગે વેગ મળશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ નવું કામ શરૂ કરવા માટે સારો રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો એનો પણ ઉકેલ આવી રહ્યો છે. આજે તમારે કોઈ પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળવું જોઈએ, કારણ કે નહીં તે તેને ચૂકવવામાં મુશ્કેલી પડશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિને એન્ટ્રી થશે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપવું પડશે. આજે તમારા કેટલાક નવા વિરોધીઓ ઊભા થશે. કોઈ પણ કામમાં આજે ઉતાવળ કરવાનું ટાળો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતથી ભરપૂર રહેશે. તમારી આર્થિર સુધારવાના તમાપા પ્રયાસોને વધુ તેજ બનાવશો. વેપારમાં પણ સારી એવી સફળતા મળી રહી છે. કોઈ સહકર્મચારી દ્વારા કહેવાયેલી વાતથી તમને ખરાબ લાગશે. નવા વિરોધીઓ ઊભા થશે. પરિવારના કોઈ પણ વાદ-વિવાદથી આજે દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ધાર્મિક કાર્યમાં તમારી રૂચિ વધશે, અને એ જોઈને તમારા પરિવારના સભ્યો ખુશ થશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. પરિવારના સભ્યો સાથે જો કોઈ મુદ્દે વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવશે. આજે તમારી કેટલીક ભૂતકાળની ભૂલમાંથી તમારે બોધપાઠ લેવો પડશે. માતાના સ્વાસ્થ્યને લઈને જો કોઈ બેદરકારી દેખાડશો તો તેને કારણે મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. પિતા સાથે વેપાર સંબંધિત કોઈ સમસ્યા વિશે વાત કરશો. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોને આજે કોઈ મોટું પદ મળી શકે છે. આજે તમારી સામે કેટલાક નવા વિરોધીઓ ઊભા થશે, અને તમારે એને ઓળખવા પડશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ કરનારો રહેશે. આજે તમને કોઈ પૈતૃક સંપત્તિ મળશે. આજે તમે કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો તમારી ખુશીની સીમા નહીં રહે. સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ થઈ રહ્યો છે. પારિવારિક સમસ્યાનો સાથે મળીને ઉકેલ લાવશો. સંતાનને નવી નોકરી મળતા ઘર-પરિવારથી દૂર જવું પડી શકે છે. આજે કોઈની કોઈ વાત તમને ખરાબ લાગી શકે છે