નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (22-10-24): આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ લાવશે Good Luck, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે. કમાણીની તક પર તમારે ખાસ ધ્યાન આપવું પડશે, તો જ તમારી યોજના સફળ થશે. જો તમે કોઈ પણ કામ શરૂ કરવા જઈ રહ્યા છો, તો તમારે તેમાં તમારા પિતાની સલાહ લેવી જોઈએ. ભાઈઓ અને બહેનો તમારા કામમાં તમને પૂરો સાથ આપશે. જો તમે કોઈ બાબતને લઈને બિનજરૂરી રીતે પરેશાન છો, તો તેમાંથી પણ તમને રાહત મળશે. આજે કોઈની પણ સાંભળેલી વાત પર વિશ્વાસ કરવાનું ટાળો.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ વૈવાહિક જીવનમાં ખુશીઓ લઈને આવશે. કોઈ નવા કામમાં તમારી રૂચિ વધશે. સાસરિયાઓ તરફથી આજે આર્થિક લાભ થશે. જો તમને તમારું કોઈ કાર્ય પૂર્ણ કરવામાં સમસ્યા આવી રહી હતી, તો તે કાર્ય પૂર્ણ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. જો તમારી કોઈ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હતી, તો તે દૂર થઈ શકે છે. તમે તમારા હૃદયથી લોકો માટે સારું વિચારશો, પરંતુ લોકો તેને તમારો કોઈ સ્વાર્થ ગણશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના જોવા મળશે. પરિવારના કોઈ સભ્ય તરફથી આજે સારા સમાચાર સાંભળવા મળશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. જો તમે કોઈ નિરાશાજનક સમાચાર સાંભળો છો, તો ધીરજ રાખો. તમે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. કુંવારા લોકોના જીવનમાં કોઈ નવા મહેમાનની એન્ટ્રી થશે.

આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે વિશેષ સાવધ રહેવાનો રહેશે. આકસ્મિક ધનલાભ થવાથી પૈસા તો મળશે, પણ એની સાથે સાથે તમારી સામે નવા વિરોધીઓ પણ ઊભા થશે. તમારે આ વિરોધીઓથી બચવું પડશે. આજે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે, પરંતુ તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. જો તમારા મનમાં કોઈ બાબતને લઈને કોઈ શંકા છે, તો તે તમારા માટે વધુ સારું રહેશે જો તમે તેમાં બિલકુલ ન પડો. કોઈ પણ અનુભવી વ્યક્તિની સલાહ બાદ જ મોટું રોકાણ કરો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ મનોરંજનના કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે. તમારી આસપાસના લોકોથી સાવધ રહો. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. સ્વાસ્થ્યમાં ખરાબી થતાં આજે તમારે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. કામકાજમાં કોઈ અવરોધને કારણે પરેશાનીનો સામનો કરવો પડશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થશે. સંતાનના ભવિષ્ય માટે આજે કોઈ મોટું રોકાણ કરશો.

આજનો દિવસ તમારા માટે અત્યંત ફળદાયી રહેશે. તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે, જે વિદ્યાર્થીઓ શિક્ષણ માટે વિદેશ જવા ઇચ્છે છે તેઓએ તેમના પ્રયાસો ઝડપી બનાવવા પડશે. તમારે કોઈ મોટું જોખમ લેવાનું ટાળવું જોઈએ, કારણ કે તમને તે કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારે તમારી પૈસા સંબંધિત યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ પૂરું થઈ શકે છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. તમારી આવકમાં વૃદ્ધિ થવાથી આજે તમારી ખુશીનો પાર નહીં રહે. જીવનસાથી તરફથી સંપૂર્ણ સાથ-સહકાર મળશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકો આજે નવા લોકોને મળવામાં સફળ થશો. મિત્રોની સંખ્યામાં પણ વૃદ્ધિ થશે. પ્રવાસ દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળશે. તમારે તમારા સંતાનની કારકિર્દીને લઈને આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવો પડશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો આજે પોતાના કામથી લોકોને આકર્ષિત કરશે. આજે તમારી વાણીમાં રહેલી મીઠાશ સન્માન અપાવશે. પિતાના સ્વાસ્થ્યને લઈને બેદરકારી દેખાડવાનું ટાળો. આજે કોઈ પાસેથી લોન કે ઉધાર લીધું હશે તો તે પાછું માંગી શકે છે. આજે કોઈ સાથે વિવાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. તમારે ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું જોઈએ.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. જીવનસાથી તરફથી આજે પુષ્કળ પ્રેમ અને આદર મળશે. પરિવારના કોઈ સભ્યને એવો એવોર્ડ મળશે, જેની તમે અપેક્ષા પણ નહીં કરો. લાંબા સમય બાદ આજે કોઈ મિત્ર તમને મળવા માટે આવી શકે છે. આજે સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ મળશે. પૈસા સંબંધિત કોઈ કામ લાંબા સમયથી અટકી પડ્યું હશે તો તે પૂરું થઈ રહ્યું છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. વાહનનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો પડશે. ધાર્મિક યાત્રા પર જવાના હોવ તો ખર્ચનો ખાસ ખ્યાલ રાખો. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી રહેશે. પારિવારિક સમસ્યામાં રાહત મળશે. પ્રવાસ દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળશે. માતા સાથેના સંબંધો સુધારવાની તક મળશે. આવકના સ્રોત વધવાથી આજે તમારી ખુશીનો પાર નહીં રહે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા કરવાનો રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેની અવગણના કરશો નહીં, નહીં તો વધારે મુશ્કેલીમાં મુકાશો. કામના સ્થળે આજે તમારા પર બોજ વધતાં થોડા પરેશાન રહેશો. વાણી અને વર્તન પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. આજે તમારી અંદર સ્પર્ધાની ભાવના જોવા મળશે. આજે કોઈ પણ સહકર્મચારીને કંઈ પણ કહેતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને બોલો. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ વૈવાહિક જીવનમાં ખુશહાલી લઈને આવશે. આજે જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો અને આખો દિવસ તમે આનંદિત રહેશો. પરિવારના નાના બાળકો સાથે સારો સમય પસાર કરશો. તમારું મન ખુશ રહેશે, કારણ કે સંતાન આજે તમારી અપેક્ષા પર ખરી ઉતરશે. વેપાર કરી રહેલાં લોકોએ આજે કોઈ પણ ડિલ ફાઈનલ કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે, કારણ કે તમારી ગણતરી ખોટી પડતાં તમને મુશ્કેલી ઉઠાવવાનો વારો આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button