પંચાંગસ્પેશિયલ ફિચર્સ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદૠતુ), શનિવાર, તા. ૧૨-૧૦-૨૦૨૪, વિજયાદશમી, દશેરા પર્વ
ભારતીય દિનાંક ૨૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૯
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૯
પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૮મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૯મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર શ્રવણ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૭ સુધી (તા. ૧૩મી), પછી ઘનિષ્ઠા.
ચંદ્ર મકરમાં ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૩ અમદાવાદ ક. ૦૬ મિ. ૩૫, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૬, સ્ટા. ટા.

-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી: સવારે ક. ૦૭-૧૮, રાત્રે ક. ૧૯-૩૦,
ઓટ: બપોરે ક. ૧૪-૦૧, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૩૧ (તા. ૧૩)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – નવમી. મહાનવમી નાં નૈવેધ, વિજયાદશમી, નવરાત્રોત્થાપન પારણા, દશેરા, સરસ્વતી વિસર્જન, શ્રી હરિજયંતી, શસ્ર-આયુધ પૂજા, વિજય મુહૂર્ત ક. ૧૪-૨૧ થી ૧૫-૦૭, બુદ્ધ જયંતી, સમી પૂજન. મન્વાદિ, બુદ્ધ જયંતી, શુક્ર વૃશ્ર્ચિકમાં ક.૩૦-૦૨, સૂર્ય મહાનક્ષત્ર ચિત્રા, વાહન મહિષી.

શુભાશુભ દિનશુદ્ધિ: મુહુર્તરાજ પર્વ શ્રેષ્ઠ દિન. મુહૂર્ત વિશેષ: તર્પણ શ્રાદ્ધ. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શાંતિ પૌષ્ટિક પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, વિદ્યારંભ,માલ લેવો, પ્રયાણ શુભ, પાટ-અભિષેક પૂજા, વૃક્ષ વાવવા, બગીચાના કામકાજ, ધજા-કળશ-પતાકા ચઢાવવી, ધાન્ય ભરવું, ગૃહપ્રવેશ, વાસ્તુ, ખાત, ભૂમિપૂજન, ચોપડા બાંધવા આપવા તથા દશેરા પર્વ પૂજનનાં મુહૂર્તો: યંત્ર, કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, ટેબલેટ, સ્ટેશનરી, પ્રિન્ટર, ફેક્સ, આદિ સાધન પૂજા તથા સમીવૃક્ષ, શસ્ત્ર પૂજન. પૂજન મુહૂર્ત સમય આ પ્રમાણે છે.(૧) સવારે ક. ૦૮-૦૫ થી સવારે ક. ૦૯-૨૯ (શુભ) (૨) બપોરે ક. ૧૨-૨૫ થી બપોરે ક. ૧૩-૫૩ (ચલ) (૩) બપોરે ક. ૧૩-૫૩ થી બપોરે ક. ૧૫-૨૧ (લાભ) (૪) બપોરે ક. ૧૫-૨૧ થી સાંજે ક. ૧૬-૪૯ (અમૃત) (૫) સાંજે ક. ૧૮-૧૭ થી રાત્રે ક. ૧૯.૪૯ (લાભ) (૬) રાત્રે ક. ૨૧-૨૧ થી રાત્રે ક.૨૨-૫૩ (શુભ) (૭) રાત્રે ક.૨૨-૫૩ થી મધ્યરાત્રે ક. ૦૦-૨૫(તા.૧૩)(અમૃત) (૮) મધ્યરાત્રિ પછી ક. ૦૦-૨૫ થી ક. ૦૧-૫૭ (તા. ૧૩) (ચલ) (૯) મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૧ થી ક. ૦૬-૩૩ (તા. ૧૩) (લાભ) નવરાત્રિ મહિમા: હનુમાન ચાલિસા,સુંદરકાંડ,રામચરિતમાનસનો પાઠ ,રામ દરબારની સ્થાપનાં કરી ફૂલ માળા તિલક, ધૂપ ,દીપ સહિત પૂજન કરવું.જે મનુષ્ય શ્રદ્ધાથી ઉપાસના-આરાધના, હવન, પાઠ કરે છે તે દૈવી સિદ્ધિ કક્ષા પ્રાપ્ત કરે છે. ક્યારેય તેનો પરાજય થતો નથી. દસેય દિશાઓથી રક્ષણ થાય છે. તમામ પ્રકારના કષ્ટોથી મુક્તિ મળે છે. સુખસંપત્તિની પ્રાપ્તિ થાય છે. પગના નખથી લઈ માથાના વાળ સહિત તમામ અંગોની રક્ષા થાય છે.અરોગ્ય પ્રાપ્ત થાય છે. ત્રિવિધ તાપ, ત્રિદોષથી રક્ષા થાય છે. ઐશ્ર્વર્યપ્રાપ્તિ થાય છે. આચમન: સૂર્ય-ગુરુ ચતુષ્કોણ અવિચારી, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ કજિયાખોર, ચંદ્ર-બુધ ત્રિકોણ તીવ્ર બુદ્ધિ પ્રતિભા, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ મતલબી. ખગોળ જ્યોતિષ: સૂર્ય-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-તુલા/ વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button