આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર શરદૠતુ), રવિવાર, તા. ૬-૧૦-૨૦૨૪, વિનાયક ચતુર્થી, વિંછુડો પ્રારંભ
ભારતીય દિનાંક ૧૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૩
પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૩મો દએપદીન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨જો માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૩જો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર વિશાખા મધ્યરાત્રે ક. ૨૪.૧૦ સુધી, પછી અનુરાધા.
ચંદ્ર તુલામાં સાંજે ક. ૧૭-૩૩ સુધી, પછી વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત), વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૨, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૩-૨૪, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૦૭ (તા. ૭)
ઓટ: સવારે ક. ૦૭-૧૪, રાત્રે ક. ૧૯-૨૩
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – તૃતીયા. વિનાયક ચતુર્થી, વિંછુડો પ્રારંભ ક. ૧૭-૩૩, વિષ્ટિ ક. ૨૦-૫૦થી, સૂર્ય મહાનક્ષત્ર હસ્ત, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ઈન્દ્રદેવતાનું પૂજન, શ્રી વિનાયક ગણેશનું પૂજન. શ્રી ગણેશ અથર્વશિર્ષમ્ અભિષેક, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, ધાન્ય ઘરે લાવવું, નવાં વસ્રો, આભૂષણ, પશુ લે-વેંચ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ગુરુ ગ્રહદેવતાનું પૂજન .
નવરાત્રિ મહિમા: નવરાત્રીના ચોથા દિવસે માના ચોથા સ્વરૂપ ‘કુષ્માણ્ડા’ પૂજન થાય છે. ભગવતી દ્વારા અન્ડ અર્થાત્ બ્ર્ાહ્માણ ઉત્પન્ન થયેલ હોઇ ’કુષ્માણ્ડા’દેવી આમ ઓળખાય છે. માની સાધના ભક્તોને ભવસાગર માથી પાર ઉતારે છે, આધિ-વ્યાધિમાંથી સર્વથા વિમુક્ત થઇ સુખ, સમૃધ્ધી અને ઉન્નતિ પ્રાપ્ત થાય છે. અનાહત ચક્રમાં ધ્યાન ધરી સાધક કુષ્માણ્ડા દેવીનાં જાપ કરે છે. આજ રોજ ગાયત્રી માતાનું પૂજન, જાપ હવન, અગ્નિપૂજાનું પણ મહત્ત્વ છે. શ્રી વિનાયક ગણેશ પૂજન વિશેષરૂપે કરવું. નવરાત્રિનાં નવલાં દિવસો એટલે મા જગદંબાની શક્તિની ઉપાસનાના ઘણા જ શ્રેષ્ઠ ફળદાયક દિવસો. નવરાત્રિ પર્વમાં કરવામાં આવેલી દેવી ઉપાસના અનન્ય ફળદાયી તો નીવડે છે જ, તો સાથે સાથે એક અનેરી શક્તિનું સિંચન કરે છે, પરમ આનંદ આપે છે, અસફળતાને ક્ષેત્રે વિજયમાળા પહેરાવે છે,
આચમન: ચંદ્ર-ગુરુ ત્રિકોણ સહોદરોમાં સંપ જળવાઈ રહે. ચંદ્ર-શુક્ર યુ્તિ વ્યવહારુંપણે નિર્ણયો લેવા માટે અન્યનો આધાર રાખવો જરૂરી છે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ત્રિકોણ. ચંદ્ર-શુક્ર યુતિ બુધ ચિત્રા નક્ષત્ર પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, બુધ-ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-તુલા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર