હિંદુ ધર્મમાં સૂર્યની રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગતિ (સંક્રમણ) કરે છે. આરીતે વર્ષમાં 12 વાર સંક્રાંતિ આવે છે. ધાર્મિક પરંપરા અનુસાર સંક્રાંતિને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો તીર્થસ્થળોએ જાય છે. નદીમાં સ્નાન કરે છે અને પ્રભુનિ ભક્તિ કરે છે અને પિતૃઓને અર્પણ, દાન, ધર્મ કરે છે.
સનાતન ધર્મમાં સંક્રાંતિનો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. 17 સપ્ટેમ્બરે એટલે કે આજે સૂર્ય સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. દિવસે સૂર્ય સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરે એને કન્યા સંક્રાંતિ કહેવાય છે. આજનો દિવસ કન્યા સંક્રાંતિ તરીકે ઓળખાય છે. હિંદુ ધર્મમાં સંક્રાંતિને શુભ માનવામાં આવે છે.
આમ તો દરેક સંક્રાતિ ખાસ હોય છે પરંતુ આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે 40 વર્ષ પછી અનેક યોગો રચાઈ રહ્યા છે. આ સમય દરમિયાન લેવાયેલા પગલાં ક્યારેય નિષ્ફળ જતા નથી અને ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થાય છે. ન્યા સંક્રાંતિના દિવસે પિતૃઓને તર્પણ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિ આવું કરે છે તેને જીવનમાં ક્યારેય દુ:ખનો સામનો કરવો પડતો નથી અને પૂર્વજોના આશીર્વાદથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે. જો તમને નોકરી કે ધંધામાં મુશ્કેલી આવી રહી છે તો આ ઉપાય કરવાથી તે પણ દૂર થઈ જાય છે.
કન્યા સંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં જળ, સિંદૂર, અક્ષત અને લાલ ફૂલ ચઢાવો અને સૂર્યદેવને અર્પણ કરો. આ ઉપાય કરવાથી સૂર્ય ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે અને સમાજમાં માન-પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થાય છે.
જ્યારે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી ત્યારે તેને સુંદર બનાવવાનું કામ ભગવાન વિશ્વકર્માએ કર્યું હતું. આ કારણથી તેમને એન્જિનિયરનો દરજ્જો આપવામાં આવ્યો છે. જો આજે તેમની પૂજા કરવામાં આવે તો ક્યારેય બિઝનેસ અને નોકરીમાં મંદીનો સામનો કરવો પડતો નથી. સંક્રાંતિના દિવસે દાન કરવાથી બમણું ફળ મળે છે, તેથી તમારે તમારી ક્ષમતા મુજબ દાન કરવું જોઇએ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને