WhatsApp Call પર વાત કરતી વખતે સિક્યોર રહેવાં આજે જ ઓન કરો આ ‘સિક્રેટ’ સેટિંગ, પછી કહેતાં નહીં કે…

આજકાલ વોટ્સએપ એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કોમ્યુનિકેશન પ્લેટફોર્મ બની ચૂક્યું છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ મળશે કે જે વોટ્સએપનો ઉપયોગ નહીં કરતી હોય. સામે પક્ષે વોટ્સએપ પણ લોકપ્રિયતા અને યુઝર્સની સુવિધાને ધ્યાનમાં લઈને સતત કંઈકને નવા અપડેટ્સ અને ફીચર્સ લોન્ચ કરે છે, પરંતુ એમાંથી કેટલાક ફીચર્સ વિશે આપણને ખ્યાલ નથી હોતો. આજે અમે અહીં તમને વોટ્સએપના આવા જ એક ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને કારણે વોટ્સએપ કોલ સમયે કોઈ તમારી લોકેશન ટ્રેક નહીં કરી શકે. ચાલો જોઈએ શું છે આ સેટિંગ કે ફીચર…
આપણામાંથી અનેક લોકો રોજબરોજની લાઈફમાં વોટ્સએપ કોલ કરતાં જ હોઈએ છીએ, પરંતુ શું તમને ખબર છે કે વોટ્સએપ કોલ પર વાત કરતી તમારું લોકેશન ટ્રેક કરી શકાય છે. જોકે, વોટ્સએપે કોઈ તમારી સાથે આવું ના કરે એનો બંદોબસ્ત પણ કરી રાખ્યો છે. અનેક લોકોને આ વાતની જાણકારી નથી હોતી અને એટલે જ તેઓ ઘણી વખત મુશ્કેલીમાં ફસાઈ જાય છે. આજે અમે અહીં તમને વોટ્સએપના આ બંદોબસ્ત વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.
વોટ્સએપ દ્વારા આ ફીચર બાય ડિફોલ્ટ આપવામાં આવે છે, પરંતુ તે ઓફ હોય છે. જ્યારે તમે આ ફીચરને ઓન કરો છો ત્યારે તમારી સિક્યોરિટી બની રહે છે. આઈ નો આઈ નો હવે તમને આ ફીચર છે એ જાણવાની તાલાવેલી થઈ રહી છે તો ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના એનું નામ જણાવીએ. આ ફીચર છે પ્રોટેક્ટ આઈપી એડ્રેસ ઈન કોલ્સ.
જો તમે પણ ઈચ્છો છો કે કોઈ સ્કેમર વોટ્સએપ કોલ પરથી તમારું લોકેશન ના ટ્રેસ કરી શકે તો તમારે આ ફીચરને ઓન કરવું પડશે. આ ફીચર ઓન કર્યા બાદ કોઈ પણ તમારું લોકેશન ટ્રેસ નહીં કરી શકે. ચાલો જાણી સિમ્પલ સ્ટેપ્સમાં કઈ રીતે તમે આ ફીચરને ઓન કરી શકો છો એ-
પ્રોટેક્ટ આઈપી એડ્રેસ ઈન કોલ્સની સેટિંગ ઓન કરવા માટે આટલું કરો-
- સૌથી પહેલાં તો વોટ્સએપ ઓન કરો, રાઈટ સાઈડમાં દેખાતા ત્રણ ડોટ પર ક્લિક કરો
- હવે તમારે એપની સેટિંગમાં જઈને પ્રાઈવસીના ઓપ્શન પર ક્લિક કરો
- પ્રાઈવસી ઓપ્શનમાં એડવાન્સ સેટિંગમાં જઈને તમને પ્રોટેક્ટ આઈપી એડ્રેસ ઈન કોલ્સનું ઓપ્શન જોવા મળશે
- આ ફીચર બાય ડિફોલ્ટ ઓફ હોય છે, તમારે જઈને એને ઓન કરવી પડશે
- આ ફીચર એક વખત ઓન કરી લેસો તો તમારા વોટ્સએપ કોલ કંપનીના સર્વરના માધ્યમથી જશે, જેને કોઈ ટ્રેક નહીં કરી શકે
આપણ વાંચો: નવો પ્રસંગ… નવાં કપડાં



